Vaccine teenager

Ambaji Vaccination of students: અંબાજી ની શાળાઓમા 15 થી 18 વર્ષ ના વિધ્યાર્થીઓ ને રસીકરણ ની કામગીરી હા઼થ ધરાઈ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૩ જાન્યુઆરીઃ
Ambaji Vaccination of students: ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આજથી રાજ્યભરમાં 15 થી 18 વર્ષના કિશોરોને કોરોના પ્રતિરોધક રસી આપવાના નિર્ણયને લઈ બનાસકાંઠા જિલ્લાના 759 સબસેન્ટરોને 125 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ જિલ્લા ની તમામ માધ્યમિક શાળાઓ માં ભણતા બાળકો ને આજ થી રસી આપવા માટે આયોજન હાથ ધરાતા અંબાજીની કન્યા વિદ્યાલયમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીઓને રસીકરણ ની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જોકે રસીકરણ પૂર્વે વિદ્યાર્થીઓ પાસેથી વાલીઓ ના સંમતિ પત્રો ઉપર પણ સહી કરવામાં આવી હતી અને ત્યાર બાદ રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું અંબાજીની કન્યા શાળામાં છેલ્લા 3 દિવસ થી રસીકરણ માટે સમજાવટ નું કેમ્પઇનિંગ હાથ ધરાયુ હતું અને ત્યાર બાદ આજથી કિશોરીઓને રસીકરણ કરવામાં આવ્યું હતું.

જોકે આ રસીકરણને લઈ ફેલાયેલી ખોટી અફવાઓ નું પણ ખંડન કરવામાં આવ્યું હતું અને કોરોના પ્રતિરોધક રસીને સંપુર્ણ સલામત ને સુરક્ષિત ગણવામાં આવી રહી છે આ રસીકરણ બાદ વિદ્યાર્થીઓ માં કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળી ન હતી અને વિદ્યાર્થીઓ પણ રસીકરણ ને સુરક્ષિત ગણી અન્ય લોકો ને રસીકરણ કરાવા અપીલ કરતા નજરે પડ્યા હતા.

આ પણ વાંચો…ABVP Ambaji Team announcement: એબીવીપી અંબાજી શાખાના નવીન ટીમની જાહેરાત કરાઇ

Whatsapp Join Banner Guj