Accident

Accident vadodara highway: સુરત- વડોદરા નેશનલ હાઇવે પર થયો અકસ્માત, એક જ પરિવારના 5 સભ્યોના મોત- વાંચો વિગત

Accident vadodara highway: કાર રોડની સાઈડમાં ઉભેલા કન્ટેનર પાછળ જોરથી અથડાતા થયો અકસ્માત

વડોદરા, 04 માર્ચઃ Accident vadodara highway: વડોદરામાં નેશનલ હાઇવે પરથી જઇ રહેલા એક પરિવારની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા છે. આ પાંચ મૃતકોમાં એક વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, જાંબુઆનો એક પરિવાર કારમાં વડોદરા નેશનલ હાઇવે પર થઇને તરસાલી તરફ જઇ રહ્યો હતો. આ દરમિયાન કાર રોડની સાઈડમાં ઉભેલા કન્ટેનર પાછળ જોરથી અથડાઇ હતી.

આ પણ વાંચોઃ Supream Court Verdict: વોટના બદલે નોટ આપનાર સાંસદ અને ધારાસભ્યો માટે સુપ્રીમ કોર્ટે લીધો આકરો નિર્ણય- વાંચો વિગત

સુરતથી વડોદરા તરફ આવી રહેલા આ પરિવારને ખૂબ ગંભીર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે મહિલા, બે પુરુષ અને 1 બાળકનો સમાવેશ થાય છે. જ્યારે 4 વર્ષની અસ્મિતા નામની બાળકીનો આબાદ બચાવ થયો છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો