Cold winds in Gujarat

Cold winds in Gujarat: ગુજરાતના વાતાવરણ ફરી આવ્યો પલટો, વિદાય લેતા શિયાળા ફરી અપાવ્યો ઠંડીનો અહેસાસ

Cold winds in Gujarat: વહેલી સવારે અનેક શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો છે.

અમદાવાદ, 04 માર્ચઃ Cold winds in Gujarat: ગુજરાતમાં વિદાય લેતા શિયાળા વચ્ચે ફરી કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. વહેલી સવારે અનેક શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો છે.

આ પણ વાંચોઃ Accident vadodara highway: સુરત- વડોદરા નેશનલ હાઇવે પર થયો અકસ્માત, એક જ પરિવારના 5 સભ્યોના મોત- વાંચો વિગત

ગુજરાતના મોટા શહેરો પણ ઠંડીથી ઠુંઠવાયા છે. અમદાવાદમાં 16, વડોદરામાં 18.4, સુરતમાં 20.8 તાપમાન નોંધાયું છે. તો રાજકોટમાં 20.6, ભુજ અને ડીસામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. પવનની દિશા બદલાતા હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કમોસમી વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠું થઈ શકે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો