Supreme Court

Supream Court Verdict: વોટના બદલે નોટ આપનાર સાંસદ અને ધારાસભ્યો માટે સુપ્રીમ કોર્ટે લીધો આકરો નિર્ણય- વાંચો વિગત

Supream Court Verdict: 1998ના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે જો સાંસદો અને ધારાસભ્યો લાંચ લે છે અને ગૃહમાં મતદાન કરે છે તો તેમને કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે

નવી દિલ્હી, 04 માર્ચઃ Supream Court Verdict: સુપ્રીમ કોર્ટે પીવી નરસિમ્હા રાવ કેસમાં 1998ના ચુકાદાને ફગાવી દીધો છે અને કહ્યું છે કે જો સાંસદો અને ધારાસભ્યો વોટના બદલામાં નોટ મેળવે તો તેમને કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવતી નથી. બેન્ચે કહ્યું છે કે આ સર્વસંમતિથી લેવાયેલો નિર્ણય છે અને સુપ્રીમ કોર્ટ આ છૂટ સાથે અસંમત છે. 1998ના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે જો સાંસદો અને ધારાસભ્યો લાંચ લે છે અને ગૃહમાં મતદાન કરે છે તો તેમને કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,સુપ્રીમ કોર્ટના 7 જજોની બેન્ચે ‘સીતા સોરેન વિરુદ્ધ ભારત સરકાર’ કેસમાં આ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટ બંધારણની કલમ 105(2) અને 194(2) હેઠળ સાંસદો અને ધારાસભ્યોને મળતા વિશેષાધિકારોનું અર્થઘટન કરી રહી છે. CJI DY ચંદ્રચુડ ઉપરાંત જે જજોએ ચુકાદો સંભળાવ્યો તેમાં જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ, જસ્ટિસ પીએસ નરસિમ્હા, જસ્ટિસ જેબી પારડીવાલા, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Loksabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઇ ભાજપે જાહેર કરી 195 ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો કોણ કોણ લિસ્ટમાં સામેલ ?

કોર્ટ સમક્ષ પ્રશ્ન એ હતો કે શું જનપ્રતિનિધિઓ લાંચના બદલામાં ગૃહમાં ભાષણ આપવા કે મતદાન કરવાના કેસમાં કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિનો દાવો કરી શકે છે કે નહીં? સુપ્રીમ કોર્ટે 1998ના પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવો પડ્યો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે વિધાનસભાના સભ્ય તરફથી ભ્રષ્ટાચાર અથવા લાંચ લેવાથી જાહેર જીવનમાં અખંડિતતાનો નાશ થાય છે.

આ પણ વાંચોઃ loksabha election 2024 candidates in Gujarat: ભાજપે લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી, જાણો ગુજરાતની 15 સીટ પર નામ- વાંચો વિગત

આ રીતે સંસદસભ્યો કે ધારાસભ્યો ગૃહમાં મતદાન માટે લાંચ લઈને કાર્યવાહીથી બચી શકતા નથી.સુપ્રીમ કોર્ટે 1998ના નરસિમ્હા રાવ જજમેન્ટના તેના નિર્ણયને રદ કરી દીધો છે. 1998 માં, 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 3:2 ની બહુમતીથી નિર્ણય લીધો હતો કે આવા લાંચના કેસોમાં જનપ્રતિનિધિઓ સામે કાર્યવાહી કરી શકાતી નથી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો