એકના ડબલ અને ત્રણ ગણા રુપીયા ની લાલચ આપી છેતરપિંડી કરનારા 5 ઈસમોને (Ambaji Police) અંબાજી પોલીસે ઝડપી પાડ્યા

Ambaji Police

છેતરપિંડી કરનારા 5 ઈસમોને અંબાજી પોલીસે (Ambaji Police) ઝડપી પાડ્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૦૭ ફેબ્રુઆરી:
લોભામણી લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના વારંવાર કિસ્સા જોવા મળતા હોય છે ત્યારે બનાસકાંઠાના દાંતાના અંતરિયાળ વિસ્તારોમા છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ છે ભારત સરકારના નામે સંસ્થા બનાવી લોકોને છેતરતા હતા એકના ડબલ અને ત્રણ ગણા પેસાની લાલચ આપી છેતરપિંડી કરનારા 5 ઈસમોને અંબાજી પોલીસ (Ambaji Police) દ્વારા ઝડપી પાડવામા આવ્યા છે .

Whatsapp Join Banner Guj

બનાસકાંઠા જિલ્લામાં અંતરીયાળ વિસ્તાર એવા દાંતા તાલુકામાં ભારત સરકાર ના નામે સંસ્થા બનાવી એકના ડબલ તેમજ ત્રણ ગણા પૈસા મળવાની લાલચ આપી 348 થી વધુ ખાતેદારો બનાવી તેમની પાસેથી લાખ્ખો રુપીયા લઇ પાકતી મુદ્દતે વધારે પૈસા મળવાની લાલચ આપી 65 લાખથી વધુ રકમની છેતરપિંડી આચરનાર 5 જેટલા ઈસમોની હાલ અંબાજી પોલીસે (Ambaji Police) અટકાયત કરી છે.ઝડપાયેલા ઈસમો છેલ્લા કેટલાય સમય થી દાંતા. પાલનપુર.ધાનેરા વિસ્તારોમા આનંદ શ્રી મલ્ટી પર્પજ કો ઓપરેટીવ સોસાયટી ના નામે ઓફીસ ખોલી છેતરપિંડી કરતા હતા મોટા ભાગે આ ઈસમો આદિવાસી સમાજના લોકોને ટાર્ગેટ કરતા હતા.

પકડાયેલા ઈસમો ..

  1. કનકસિંહ એલ રાઠોડ તાલુકો પ્રાંતિજ, સાબરકાંઠા
  2. કિરણભાઈ નરસિંહભાઇ પટેલ બાદરપુરા ,બનાસકાંઠા
  3. .અમૃત ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ છઠિયારડા મહેસાણા
  4. ગોવિંદભાઈ અભેરાજભાઇ ચૌધરી શેરપુરા ,વડગામ
  5. ગોપાલ સિંહ ભગવત સિંહ સોલંકી..હિંમતનગર સાબરકાંઠા

આ લોકો અલગ અલગ બનાસકાંઠા સાબરકાંઠા.તેમજ મહેસાણા જિલ્લાના છે આ ઠગ ટોળકીની મોડસ ઓપરેન્ડી હતી કે દાંતા ના અંતરિયાળ એવા આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકોને ભારત સરકારના યોજનાના નામે લોભામણી લાલચો આપી અને ભોળી અને અભણ પ્રજાને છેતરતા હતા ૩48 જેટલા લોકોને ટાર્ગેટ બનાવીને લાખો રૂપિયા ચાંઉ કરી જનાર આ ટોળકીને અંબાજી પોલીસે (Ambaji Police) ઝબ્બે કર્યા છે

જોકે રોકાણ કરનારાઓ ના નાણા પોકતી મુદતે એક કરોડ બાર લાખ ડેટલી માતબર રકમ પરત આપવાની થતા તે આપવામાં ગલ્લા તલ્લા થતા આ સમગ્ર મામલે ફોંડો ફુટ્યો હતો

ત્યારે બનાસકાંઠામાં લાખોનું ફુલેકું ફેરવનાર અને એકના ત્રણ કરી આપનાર ટોળકીના સભ્યો અત્યારે તો ઝડપાયા છે આમામલે પોલીસ ફરીયાદ દાંતા પોલીસ મથકે નોંધાઈ હતી જ્યારે આરોપો ને અંબાજી પોલીસે ઝડપી પાડ્યા છે પરંતુ આ ઠગ ટોળકી ના મુખ્ય સૂત્રધારો કોણ છે તેતો પોલીસ તપાસમાં જ બહાર આવશે

આ પણ વાંચો…અનંત પટેલ(Anant patel)ની કલમે… કેટલીક સ્વાભાવગત વિશિષ્ઠતાઓ…