Earthquake graph

Earthquake in kutch: ગુજરાતના કચ્છમાં અનુભવાયા ભૂકંપના આંચકા, વાંચો વિગતે…

Earthquake in kutch:  ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી 

અમદાવાદ, 30 જાન્યુઆરી: Earthquake in kutch: ગુજરાતના સૌથી સંવેદનશીલ વિસ્તાર એવા કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. જિલ્લા પ્રશાસને કહ્યું કે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ જિલ્લાના દુધઈ ગામથી 11 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં સવારે 6.38 વાગ્યે નોંધાયું હતું. ISRએ જણાવ્યું હતું કે અગાઉ જિલ્લાના ખાવડા ગામથી 23 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં તેનું કેન્દ્રબિંદુ સવારે 5.18 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કચ્છ અમદાવાદથી લગભગ 400 કિમીના અંતરે આવેલું છે, તે અત્યંત જોખમી ધરતીકંપના ક્ષેત્રમાં આવેલું છે અને ઓછી તીવ્રતાના ધરતીકંપો નિયમિતપણે અનુભવે છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો આ જિલ્લો જાન્યુઆરી 2001માં વિનાશક ભૂકંપનો ભોગ બન્યો હતો જેમાં 13,800 લોકો માર્યા ગયા હતા અને અન્ય 1.67 લાખ ઘાયલ થયા હતા. ભૂકંપના કારણે જિલ્લાના વિવિધ નગરો અને ગામડાઓમાં મિલકતોને ભારે નુકસાન થયું હતું.

આ પણ વાંચો: Amdavad Fog: અમદાવાદમાં હિલ સ્ટેશન જેવુ વાતાવરણ, વહેલી સવારે ધુમ્મસ છવાયો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો