Aravalli.jpg

Aravalli: વિદેશી દારુ લઇ બાઇક પર જતા બે આરોપીની મોડાસા પોલીસે કરી ધરપકડ

અહેવાલઃ રાકેશ ઓડ

મોડાસા, 16 મેઃAravalli: સમગ્ર ગુજરાતમાં સખત દારૂબંધી હોવા છતાં લબરમુછીયા બુટલેગરો દ્વારા મોટરસાયકલ ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા જોવા મળી રહ્યા છે પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા મોડાસા રૂલર ઇન્ચાર્જ પી.આઇ એમ.બી તોમર તથા સ્ટાફના માણસો દ્વારા વાહન ચેકિંગ દરમિયાન બાતમી મળી હતી બાતમીના આધારે કુશકી થી દધાલીયા જતા માર્ગ ઉપર નાકાબંધી કરી કુસકી તરફથી આવી રહેલ પલ્સર મોટરસાયકલ જેનો નંબર જીજે.૩૧.એમ.૬૧૧૫ ને અટકાવી તપાસ કરતો હતો.

Whatsapp Join Banner Guj

મોટરસાયકલ ચાલક જોડે ના થેલામાંથી અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ બોટલ નંગ ૩૬ કિંમત રૂપિયા ૧૮૦૦૦/ તથા બે નંગ મોબાઇલ જેની કિંમત ૧૦.૦૦૦/ અને મોટરસાયકલ જેની કિંમત રૂપિયા ૮૦.૦૦૦/ મળી કુલ મુદ્દામાલ ૧૦૮૦૦૦/ સાથે આરોપી બાબુભાઈ ખાંટ રહે ઉમેદપુર દધાલીયા અને આરોપી નંબર (૨) કલ્પેશભાઈ અમીચંદભાઈ ચૌહાણ રહે વડવાસા તા, મોડાસા ને ઝડપી લઇ અને વોન્ટેડ આરોપી વિજયભાઈ ધુળાભાઈ પરમાર રહે જીતપુર (કુડોલ) તા. મોડાસા જી. અરવલ્લી(Aravalli) વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી મોડાસા રૂરલ પી.આઇ એમ.બી તોમર દ્વારા હાથ ધરવામાં આવી હતી

ADVT Dental Titanium

આ પણ વાંચો….

ઇઝરાયેલ(Israel) એ હમાસના લીડરના ઘર પર કર્યો હુમલો, આ વિવાદમાં અમેરિકાની પણ થઇ એન્ટ્રી..!