Arjunsingh chauhan accused of molestation

Arjunsingh chauhan accused of molestation: પૂર્વ સરપંચે ગુજરાત સરકારના મંત્રી સામે પત્ની પર શારીરિક શોષણનો લગાવ્યો આક્ષેપ

Arjunsingh chauhan accused of molestation:મહિલાના પતિ એવા પૂર્વ સરપંચે ખેડા એસપી કચેરી પહોંચીને પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, અર્જુનસિંહ ચૌહાણ જ્યારે ભાજપ જિલ્લા પ્રમુખ હતા

અમદાવાદ, 28 જુલાઇ:Arjunsingh chauhan accused of molestation: રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય એક મોટા વિવાદના મઘપૂડામાં ફસાયા છે. મહેમદાવાદના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પર દુષ્કર્મનો આક્ષેપ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સરકારના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પર એક મહિલાના પતિએ દુષ્કૃત્ય કર્યાનો આક્ષેપ કર્યો છે. મહિલાના પતિ એવા પૂર્વ સરપંચે ખેડા એસપી કચેરી પહોંચીને પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, અર્જુનસિંહ ચૌહાણ જ્યારે ભાજપ જિલ્લા પ્રમુખ હતા, ત્યારે તેમણે હોદ્દો અને સત્તાનો દુરુપયોગ કરીને મારી પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું. અરજીમાં તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, મંત્રીના ભયના કારણે મારી પત્ની ઘર છોડીને જતી રહી છે. મારી પત્ની 2 મહિના અગાઉ ઘર છોડી પુના બાજુના કોઈ ગામમાં જતી રહી હોવાનું પૂર્વ સરપંચે જણાવ્યું હતું.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામના પૂર્વ સરપંચે ખેડા એસપી કચેરીએ પહોંચીને કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પર દુષ્કર્મની અરજી નોંધાવી હતી. તેમણે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, અર્જુનસિંહ અને તેમની પત્ની 2015માં પરિચયમાં આવ્યા હતા. ત્યારબાદ અર્જુનસિંહે તેમની પત્નીને તાલુકા પંચાયતમાં સભ્ય બનાવી પોતાના પ્રભાવમાં લાવી દીધી હતી. 2016થી 2021 દરમિયાન પૂર્વ સરપંચની પત્ની સાથે વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહીં, બીજા પાસે પણ શોષણ કરાવ્યું હતું.

આ પણ વાંચોઃ Tiranga will fly on 1 crore houses: જિલ્લા નગરોમાં 1 કરોડ ઘરો પર તિરંગો લહેરાવવાનો આપણો સંકલ્પ છે – મુખ્યમંત્રી

પૂર્વ સરપંચે અરજીમાં અર્જુનસિંહ ચૌહાણ વિરુદ્ધ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, કોરાના સમયે પણ પત્નીને દોઢ મહિના સુધી ગોંધી રાખી હતી. બીજી તરફ પતિના ધ્યાન પર સમગ્ર વાત આવતાં તેમણે પોલીસ ફરિયાદ કરવા પત્ની પર દબાણ કર્યું હતું. જોકે, મંત્રીથી ડરી ગયેલી પત્ની બે મહિના પહેલા ઘર છોડી જતી રહી હોવાનો આક્ષેપ પૂર્વ સરપંચે કર્યો છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અર્જુનસિંહ ચૌહાણે મારી પત્નીને મીટિંગોના બહાને જુદા-જુદા સ્થળે બોલાવતા હતા, ત્યારબાદ તેમનું શારીરિક શોષણ કરતા હતા. એટલું જ નહીં, મારી પત્નીને ધાક ધમકી આપીને અન્ય વગદાર લોકો પાસે પણ મોકલવામાં આવતી હતી અને તેનું શારીરિક શોષણ થતું હતું.

આ પણ વાંચોઃ Parth Chatterjee was removed from the post of minister: સરકાર પણ લાંછન લાગે તે પહેલાં જ મમતા બેનર્જીએ પાર્થ ચેટરજીને મંત્રીપદેથી હટાવ્યા- વાંચો વિગત

Gujarati banner 01