Jamnagar har ghar tiranga plan

Har ghar tiranga: “હર ઘર તિરંગા” કાર્યક્રમ અન્વયે સમગ્ર શહેરમાં વિવિધ કાર્યક્રમોની હારમાળા યોજાશે

જામનગર મહાનગરપાલિકા દ્વારા “હર ઘર તિરંગા” (Har ghar tiranga) કાર્યક્રમ અન્વયે સમગ્ર શહેરમાં વિવિધ કાર્યક્રમોની હારમાળા યોજાશે

Har ghar tiranga: હેરિટેજવોક, શેરી નાટક, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, હાફ મેરેથોન, ફોટોગ્રાફી કોમ્પીટીશન ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન સહિતના કાર્યક્રમોનું કરાયું આયોજન

અહેવાલ: જગત રાવલ
જામનગર, 28 જુલાઈ:
Har ghar tiranga: જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમ અન્વયે સમગ્ર જામનગરમાં તા. 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોની હારમાળા યોજાશે, જેની તમામ તૈયારીઓ કમિશનર વિજયકુમાર ખરાડી ની સૂચના હેઠળ જામ્યુકોના વિવિધ વિભાગીય વડા દ્વારા કાર્યક્રમની ગોઠવણ કરવામાં આવી છે.

“હર ઘર તિરંગા”(Har ghar tiranga) કાર્યક્રમ અંતર્ગત

તા. 1 ઓગસ્ટ થી 15ઓગસ્ટ સુધી શેરી નાટકો, સેલ્ફી kiosk, જામનગરના વિવિધ વિસ્તારોમાં કરાઓકે પર દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાશે, સીટી બસ અને સરકારી વાહનોમાં “હર ઘર તિરંગા”ના બેનર લગાવવામાં આવશે

  • 4 ઓગસ્ટ રોજ શાળાકીય કક્ષાએ ચિત્ર સ્પર્ધા તેમજ લાખોટા તળાવ થી ખંભાળિયા ગેટ થી ચાંદી બજાર થઈ દરબારગઢ સુધી સવારે 7થી 8: 30 સુધી દેશભક્તિ ને અનુરૂપ થીમ પર હેરિટેજ વોક નું આયોજન કરાયું છે,
  • 5 ઓગસ્ટ ના રોજ વકૃત્વ સ્પર્ધા
  • 6 ઓગસ્ટ ના રોજ નિબંધ સ્પર્ધા
  • 7 ઓગસ્ટ ના રોજ “હર ઘર તિરંગા” ની થીમ પર ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું છે,
  • 8 ઓગસ્ટ ના રોજ લાખોટા તળાવ ખાતે ક્વિઝ કોમ્પિટિશન અને ફોટોગ્રાફી કોમ્પિટિશન યોજાશે
  • 10 ઓગસ્ટ ના રોજ બેન્ડ કોન્સર્ટ
  • 11 ઓગસ્ટ ના રોજ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા ,ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન સહિતની શાળાકીય કક્ષાએ સ્પર્ધાઓ યોજાશે
  • 12 ઓગસ્ટ ના રોજ આંગણવાડી કક્ષાએ વાનગી સ્પર્ધા યોજાશે
  • 13 ઓગસ્ટ ના રોજ સ્પોર્ટ્સ સંકુલ દ્વારા આયોજિત હાફ મેરેથોન દોડ યોજાશે
  • 14 ઓગસ્ટ ના રોજ જામનગરના એમ.પી.શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ભવ્યાતિભવ્ય દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાશે
  • 15ઓગસ્ટ ના રોજ સવારે શહેર કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ચાંદી બજાર ખાતે થશે.

આ પણ વાંચો..Dwarka Janmashtami utsav: દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવના સુચારુ આયોજન અંગે બેઠક મળી

હર ઘર તિરંગા (Har ghar tiranga) અન્વયે યોજાનાર કાર્યક્રમમાં સમગ્ર જામનગર વાસીઓ બાળકો ,વિદ્યાર્થીઓ, યુવાનો ઉત્સાહભેર જોડાય આ સમગ્ર કાર્યક્રમમાં શહેરના તમામ નાગરિકો દેશભક્તિના રંગે રંગાઈ જાય તે માટે જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગીય વડા પ્રયત્નશીલ છે આ કાર્યક્રમના નોડલ ઓફિસર પણ કાર્યક્રમને સંપૂર્ણપણે શિસ્ત બધ્ધ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે

આ તમામ કામગીરી કમિશનર વિજયકુમાર ખરાડી ,નાયબ કમિશનર એ.કે. વસાણી આસિ. કમિશનર બી.જે. પંડ્યા, સિટી એન્જિનિયર ભાવેશ જાની જામનગર મહાનગરપાલિકાના સ્ટાફને સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ અધિકારીઓ, વિભાગીય વડા, કર્મચારીઓ સમગ્ર કાર્યક્રમને પાર પાડવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Gujarati banner 01