exam paper leaked

BBA and B.Com Sem-5 Paper Leak: ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક! BBA અને B.Com સેમ-5નાં પેપર લીક- આજે એક્ઝામ હતી

BBA and B.Com Sem-5 Paper Leak: આજે લેવાનારી પરીક્ષાના પેપરની એક કોપી 12 ઓક્ટોબરે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ

રાજકોટ, 13 ઓક્ટોબરઃ BBA and B.Com Sem-5 Paper Leak: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. બીબીએ અને બીકોમના પેપર લીક થતા વિવાદ પેદા થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીબીએ અને બીકોમના પાંચમા સેમેસ્ટરનું પેપર લીક થયુ હતું. પ્રશ્નપત્રની કોપીઓ વાયરલ થઇ હતી.

પ્રશ્નપત્ર વાયરલ થતા બીબીએનું પેપર નવુ કાઢવામાં આવ્યું જ્યારે બી.કોમના પેપરની નવી તારીખ જાહેર કરવામાં આવશે. ખાનગી કોલેજમાંથી પેપર ફૂટ્યાની આશંકા છે.

આ પણ વાંચોઃ Gov primary school teachers grade pay: દિવાળી પહેલા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને મોટી ભેટ, ગ્રેડ પેમાં કર્યો વધારો

13 ઓક્ટોબર એટલે કે આજે લેવાનારી પરીક્ષાના પેપરની એક કોપી 12 ઓક્ટોબરે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેથી તાત્કાલિક બીબીએનું પેપર નવું કાઢવામાં આવ્યું હતું. બી.કોમના પેપરની નવી તારીખ જાહેર કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિંડિકેટ સભ્ય નિદત બારોટે યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ પર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોલેજ સંચાલકોને બચાવતી રહે છે તેના પર કારણે પેપર ફૂટવાની ઘટના બને છે.

આ પણ વાંચોઃ Karwa chauth 2022: આજે કરવા ચોથ, જાણો આજના દિવસે ચંદ્રની વધારે રાહ કેમ જોવામાં આવે છે?

Gujarati banner 01