Bhupendra Patel Meeting for World Cup Match

Bhupendra Patel Meeting for World Cup Match: અમદાવાદમાં થનાર વર્લ્ડકપ ક્રિકેટ મેચ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

Bhupendra Patel Meeting for World Cup Match: બેઠકમાં મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા અંગે તેમ જ મેચ જોવા આવનારા દર્શકોની સલામતી તથા ટ્રાફિક નિયમન અંગે માહિતી મેળવી

અમદાવાદ, 09 ઓક્ટોબરઃ Bhupendra Patel Meeting for World Cup Match: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી ૧૪મી ઓક્ટોબરે રમાનારી આઈસીસી વર્લ્ડ કપ ક્રિકેટ મેચ સંદર્ભમાં રાજ્યના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા-સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા અંગે તેમ જ મેચ જોવા આવનારા દર્શકોની સલામતી તથા ટ્રાફિક નિયમન અંગે પણ બેઠકમાં વિગતો મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચો… Vibrant Gujarat: વાયબ્રન્ટ ગુજરાતથી રાજ્યના ગામડા બન્યા વાયબ્રન્ટ અને આત્મનિર્ભર…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો