Rahul Gupta

Vibrant Gujarat Global Summit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મુંબઈ ખાતે ૧૧મી ઓક્ટોબરે ભવ્ય રોડ શોનું આયોજન

Vibrant Gujarat Global Summit: રોડ શો દરમિયાન તમામ ઉદ્યોગપતિઓ તથા ડિપ્લોમેટ્સને વાઇબ્રન્ટ સમિટની વિસ્તૃત માહિતી આપવામાં આવશે

ગાંધીનગર, 09 ઓક્ટોબરઃ Vibrant Gujarat Global Summit: જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની ૧૦મી શ્રેણી અંતર્ગત પ્રિ-વાઇબ્રન્ટ સમિટ સંલગ્ન વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત આગામી તા. ૧૧મી ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મુંબઈ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

મુંબઈ ખાતે યોજાનાર આ રોડ શોની માહિતી આપતા જીઆઇડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ રોડ શો મુખ્યત્વે બે ભાગમાં આયોજિત કરાયો છે. જેમાં પ્રથમ ભાગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીવીએસ, ગોદરેજ, પાર્લે એગ્રો, એલ એન્ડ ટી સહિતની ૧૨ જેટલી મોટી કંપનીઓના ટોચના ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી વન ટુ વન બેઠક કરશે.

બીજા ભાગમાં ૫૦૦થી વધુ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તથા મુંબઈ સ્થિત કોનસોલેટ જનરલ તથા ડિપ્લોમેટ્સ સાથે મળીને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રોડ શો દરમિયાન મુખ્યમંત્રી દ્વારા તમામ ઉદ્યોગપતિઓ તથા ડિપ્લોમેટ્સને ગુજરાત ખાતે આયોજિત થનાર વાઇબ્રન્ટ સમિટની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. એટલું જ નહિ, ગુજરાતમાં રોકાણ માટેની ક્ષમતા અને તકો ઉપરાંત ઉદ્યોગ માટેની સરળ નીતિઓ અંગે ઉદ્યોગકારોને માહિતગાર કરવા માટે પ્રેઝન્ટેશન આપવામાં આવશે તેમ ગુપ્તાએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો… Bhupendra Patel Meeting for World Cup Match: અમદાવાદમાં થનાર વર્લ્ડકપ ક્રિકેટ મેચ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો