Fire in BRTS BUS

BRTS Bus fire: અમદાવાદ: BRTS બસમાં લાગી આગ, અહીં જુઓ video…

BRTS Bus fire: રાહતના સમાચાર છે કે ઘટના બની ત્યારે બસમાં કોઈ મુસાફર નહોતા

અમદાવાદ, 07 ડીસેમ્બર: BRTS Bus fire: અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન સામે BRTS બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જો કે રાહતના સમાચાર છે કે ઘટના બની ત્યારે બસમાં કોઈ મુસાફર નહોતા.

મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં પણ બસમાં આગ લાગવાની ઘટના બની હતી. શહેરના મણિનગર રેલવે સ્ટેશન સામે જંક્શન પર ઉભેલી બસમાં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે રાહતના સમાચાર છે કે ઘટના બની ત્યારે બસમાં કોઈ મુસાફર નહોતા. ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આના પહેલા પણ બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટનાઓ બની છે. આના પહેલા મેમનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે પર બસમાં આગ લાગી હતી. જેમા ડ્રાઇવરની સતર્કતાને લીધે કોઈ જાનહાની નહોતી થઈ હતી. પણ બસમાં આગની ઘટના એક પછી એક ઘટનાઓને બસમાં મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર સ્થિતિ પેદા થઈ ગઈ છે.

આ પણ વાંચો: AAP win delhi MCD Election: આપના વાવાઝોડાએ દિલ્હી MCD ચૂંટણીમાં કર્યો ભાજપનો સફાયો, આટલી સીટો સાથે આવી શાસનમાં…

Gujarati banner 01