Drug Seized In gujarat

Drug Seized In gujarat: ગાંધીજીના ગુજરાતમાંથી ફરી એકવાર ઝડપાયું ડ્રગ્સ, વાંચો…

Drug Seized In gujarat: વડોદરાના સિંધરોટમાંથી વધુ 100 કિલો ડ્રગ્સ ઝડપાયું

વડોદરા, 07 ડીસેમ્બર: Drug Seized In gujarat: ગાંધીના ગુજરાતમાંથી ફરી એક વાર ડ્રગ્સ જપ્ત કરવામાં આવી છે. અહીં વડોદરાના પાયલ કોમ્પલેક્સની બંધ ઓફિસમાંથી પોલીસે 100 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પ્લાસ્ટિકના બે ડ્રમમાં ડ્રગ્સ સાચવવામાં આવ્યું હતું. બે આરોપીને સાથે રાખીને એટીએસની ટીમે 100 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતુ.

આ પહેલા સિંધરોટના ખેતરમાંથી 500 કરોડનું ડ્રગ્સ મળ્યું હતું. એટીએસએ વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હોવાની માહિતી આપી હતી. સિંધરોટના ખેતરમાંથી વધુ 10 ડ્રમ મળી આવ્યા હતા. 10 ડ્રમમાંથી એમ.ડી ડ્રગ્સનું રો મટીરીયલ સાથે 8 ડ્રમમાંથી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ઝડપાયું હતું. ગુજરાત એટીએસની ટીમે વડોદરા ડ્રગ્સ કેસ મામલે પ્રેસ કોન્ફ્રરન્સ કરી હતી.

વડોદરા ખાતેથી 121 કરોડનું 24.280 કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. ભરત ચાવડાના ઘરેથી ડ્રગ્સ જથ્થો પકડાયો હતો. ડ્રગ્સનો જથ્થો દુબઇ મોકલવાના હતા. અગાઉ વડોદરાના સિંઘ રોડ ખાતે ડ્રગ્સ બનાવતી ફેકટરી પકડવામાં આવી હતી.

ગુજરાત એટીએસે વડોદરા સયાજીગંજ વિસ્તારના મનુભાઈ ટાવરમાંથી વધુ એક પ્રોસેસિંગ યુનિટ ઝડપી પાડ્યું હતું. ગુજરાત એટીએસે પ્રોસેસિંગ યુનિટમાંથી વધુ 100 કિલો કેમિકલ કબ્જે કર્યું હતું. રાજ્ય વ્યાપી રેકેટ હોવાની આશંકા છે. ગુજરાત એટીએસ આરોપીના વધુ રિમાન્ડ માંગશે.

આ પણ વાંચો: Train route changed News: અમદાવાદ-કોલકાતા સ્પેશિયલ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે, અહીં જાણો…

Gujarati banner 01