Kejriwal

AAP win delhi MCD Election: આપના વાવાઝોડાએ દિલ્હી MCD ચૂંટણીમાં કર્યો ભાજપનો સફાયો, આટલી સીટો સાથે આવી શાસનમાં…

AAP win delhi MCD Election: દિલ્હીની રાજ્ય સરકાર બાદ હવે MCDની સરકાર પણ કેજરીવાલના હાથમાં

નવી દિલ્હી, 07 ડીસેમ્બર: AAP win delhi MCD Election: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી જીત જોવા મળી રહી છે. ભાજપનો સફાયો કરીને બહુમતી સાથે AAP શાસનમાં આવ્યું છે. દિલ્હીની રાજ્ય સરકાર બાદ હવે MCDની સરકાર પણ કેજરીવાલના હાથમાં આવી ગઈ છે. MCDમાં 15 વર્ષ સુધી ભાજપનો કબજો હતો ત્યારે આ વખતે AAPના વાવાઝોડાએ ભાજપનો સફાયો કરી દીધો છે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન આ ચૂંટણી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. વોર્ડ મુજબ ચૂંટણી પરિણામો પર ઝીણવટપૂર્વક નજર કરીએ તો ભાજપ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ ચૂંટણીમાં ભાજપ દિલ્હીના તે વિસ્તારોમાં પાછળ છે જ્યાં તેની સારી પકડ માનવામાં આવતી હતી. ત્યારે અત્યાર સુધી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં શીખ મતદારોનું વલણ ભાજપની તરફેણમાં રહ્યું છે પરંતુ આ વખતે આવુ જોવા નથી મળ્યું. પશ્ચિમ દિલ્હીના ઘણા વોર્ડમાં ભાજપ પાછળ છે ત્યા પણ શીખ મતદારોનું વલણ મહત્વની ભૂમિકા ભજવે છે.

અહી તિલકનગરમાં પણ આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. તિલક નગરમાં શીખ મતદારોની સંખ્યા ઘણી વધારે છે. આમ આદમી પાર્ટીના અશોક કુમાર મનુ તિલક નગર વોર્ડ નંબર 101થી જીત્યા છે. તેમણે ભાજપના ઉમેદવાર રાજકુમાર ગ્રોવરને 2 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. તિલક નગર તેમજ હરી નગર વિસ્તારમાં જ્યાં શીખ મતદારો નિર્ણાયક છે, ત્યાં આમ આદમી પાર્ટીના રાજેશ કુમાર લદ્દી ભાજપના ઉમેદવાર શ્યામ શર્મા કરતા આગળ છે. 

આ પણ વાંચો: Grandson got new skin from grandfather leather: દાદાએ કરેલા ચર્મદાનથી પૌત્રના શરીરને મળી નવી ચામડી, વાંચો શું છે મામલો…

Gujarati banner 01