Vibrant gujarat summit 2022

Cancelled the vibrant gujarat summit:કોરોનાના પગલે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ, આ સાથે યોજાનાર ફ્લાવર શો પણ કેન્સલ કરવામાં આવે તેવી શક્યતા

Cancelled the vibrant gujarat summit: પીએમ મોદી દ્વારા સમિટનુ ઉદઘાટન કરવાના હતા

ગાંધીનગર, 06 જાન્યુઆરીઃ Cancelled the vibrant gujarat summit: કોરોનાના રોકેટ ઝડપે વધી રહેલા કેસના પગલે હવે ગુજરાત સરકારે 10 થી 12 જા્ન્યુઆરી દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે.

મળતી વિગતો પ્રમાણે કોરોનાના કેસમાં આવી રહેલા ઉછાળાના પગલે ગુજરાત સરકાર પર આ સમિટ મોકૂફ રાખવા માટે દબાણ વધી રહ્યુ હતુ.આ સમિટમાં અન્ય દેશોના મહાનુભાવોના હાજર રહેવા પર પણ સવાલ ઉભો થયો હતો.

સમિટિમાં પાંચ દેશો રશિયા, સ્લોવેનિયા, નેપાળ સહિતના પાંચ દેશોના વડાપ્રધાન, 15 દેશોના વિદેશ મંત્રીઓ   હાજર રહેવાના હતા.26 પાર્ટનર દેશના પ્રતિનિધિઓ પણ હાજરી આપવાના હતા.ચાર દેશોના ગર્વનર પણ તેમાં હાજરી આપવાના હતા.પીએમ મોદી દ્વારા સમિટનુ ઉદઘાટન થવાનુ હતુ.

હવે વાઈબ્રન્ટ ગુજરાતની સાથે સાથે યોજાનાર ફ્લાવર શો પણ કેન્સલ કરવામાં આવે તેવી શક્યતા છે.

દરમિયાન કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, સરકારે બહુ મોડો નિર્ણય લીધો છે અને કરોડો રુપિયાનુ પહેલા જ આંધણ થઈ ગયુ છે. 

Whatsapp Join Banner Guj