Man vaccinated 11 times

Man vaccinated-11 times: રસીકરણ મામલે અમુક લોકો બે ડોઝ રસી નથી લેતા તેવામાં આ વ્યક્તિ 11 વખત રસી લીધી, 12મી વખત પકડાયા!

Man vaccinated-11 times: ૧૨મો ડોઝ લેવા માટે ચૌસા કેન્દ્ર પર ગયા તો લોકો તેમને ઓળખી ગયા અને ત્યાં આ મામલાનો પર્દાફાશ થયો, તે મોબાઇલ નંબર બદલી-બદલીને રસી લેતા

નવી દિલ્હી, 06 જાન્યુઆરીઃ Man vaccinated-11 times: લોકો બે વકત માંડ-માંડ રસી લે છે ત્યારે મધેપુરા જિલ્લાના પુરૈની વિસ્તારમાં આવતા ઔરાય ગામના બ્રહ્મદેવ મંડલ (૮૪)એ છેલ્લા દસ મહિનામાં અલગ-અલગ સ્થળે કોરોનાની ૧૧ વખત રસી લીધી છે. તેમનું કહેવું છે કે રસી લીધા પછી તેમના ઘૂંટણનું દર્દ ઓછું થયું છે. તેથી તેમણે આટલી વખત રસી લીધી છે. તેમણે લાંબા સમય સુધી ગ્રામીણ ચિકિત્સક તરીકે પણ કામ કર્યુ છે. આ મામલો બહાર આવતા અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા છે. આટલી રસી પછી તેમના પર કોઈ આડઅસર પણ થઈ નથી.

તેઓ રવિવારે ૧૨મો ડોઝ લેવા માટે ચૌસા કેન્દ્ર પર ગયા તો લોકો તેમને ઓળખી ગયા અને ત્યાં આ મામલાનો પર્દાફાશ થયો. તે મોબાઇલ નંબર બદલી-બદલીને રસી લેતા હતા. 

પુરૈનીના તબીબી અધિકારી ડો. વિનય કુમારે જણાવ્યું હતું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સિવિલ સર્જન તપાસ માટે પુરૈની આવી ગયા છે. બ્રહ્મદેવ મંડલ પોસ્ટના નિવૃત્ત કર્મચારી છે. સિવિલ સર્જન ડો. અમરેન્દ્ર નારાયણ સાહીએ જણાવ્યું હતું કે આઇડી બદલી-બદલીને વારંવાર રસી લેવી નિયમ વિરુદ્ધ છે. તેમના પર કેસ નોંધાશે.

આ પણ વાંચોઃ Gas leakage: કેમિકલ ખાલી કરવા આવેલ ટેન્કરમાંથી ગેસ લીકેજ થતાં ગૂંગળામણથી 6 લોકોના મૃત્યુ, 25 લોકોની ગંભીર

તેમણે પહેલો ડોઝ પુરૈનીના પીએચસીમાં ૧૩ ફેબુ્રઆરીના રોજ લીધો હતો. બીજો ડોઝ ૧૩ માર્ચના રોજ પુરૈની પીએચસીમાં લીધો હતો. ત્રીજો ડોઝ ૧૯ મેએ ઔરાય આરોગ્ય કેન્દ્રમાં લીધો હતો. ચોથો ડોઝ ભુપેન્દ્ર ભગતના કોટા પર લાગેલા કેમ્પમાં જઈને લીધો. પાંચમો ડોઝ ૨૪ જુલાઈએ પુરૈનીના બડી હાટ સ્કૂલમાં લાગેલા કેમ્પમાં લીધો હતો. છઠ્ઠો ડોઝ ૩૧ ઓગસ્ટે નાથબાબા સ્થાનિક કેમ્પમાં લીધો. સાતમો ડોઝ ૧૧ સપ્ટેમ્બરે બડી હાટ સ્કૂલમાં લીધો. 

આઠમો ડોઝ ૨૨ સપ્ટેમ્બરે બડી હાટ સ્કૂલમાં લીધો. નવમો ડોઝ ૨૪ ઓક્ટોબરે કલાસનમાં આરોગ્ય કેન્દ્રમાં લીધો. દસમો ડોઝ ખગડિયા જિલ્લાના પરબત્તામાં લીધો. ૧૧મો ડોઝ ભાગલપુરના કહલગામ ખાતે લીધો. 

વૃદ્ધે તો આટલી રસી લીધી, પણ આરોગ્ય વિભાગની બેદરકારી હવે તેના જ ગળામાં મોટું હાડકુ બની ગઈ છે. એક વ્યક્તિ આટલા ડોઝ લઈ ગઈ અને આરોગ્ય વિભાગને તેની જાણ સુદ્ધા પણ ન થઈ. હાલમાં તો આરોગ્ય વિભાગમાં હડકમ્પ મચેલો છે. દરેકના મોઢા પર એક જ સવાલ છે કે એક વ્યક્તિ આટલા બધા ડોઝ કઈ રીતે લઈ શકે છે. 

Whatsapp Join Banner Guj