accident 1

Car accident: કન્ટેનર માથે પડતા કાર રોટલો બની ગઇ, કારમાં બેઠેલા 5 લોકોના મોત નીપજ્યા

Car accident: અકસ્માતમાં ઈકો કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત થયા

નવસારી, 02 મેઃ Car accident: કારમાં સવાર કન્યાના માત-પિતા સહિત 5ના ઘટનાસ્થળે મોત, ચીખલીના સમરોલીનો પટેલ પરિવાર લગ્નની ખરીદી માટે સુરત ગયો હતો

નવસારીના કસ્બા ધોલાપીપલા ધોરી માર્ગ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. પુર ઝડપે આવી રહેલું કન્ટેનર અને ઈકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. કન્ટેનર ઈકો કાર પર પડતા ઈકો કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત થયા છે.

ઈકો કારમાં સવાર લોકોના પરિવારમાં લગ્ન હતા. ત્યારે કન્યા અને વરરાજાના ભાઈનું પણ મૃત્યુ થયું છે. ચીખલી તાલુકાના સમરોલી ગામના પટેલ પરિવારમાં માતમ છવાયો છે. 25મી તારીખે પરિવારમાં લગ્ન યોજાવાના હતા એ પહેલા આ દુર્ઘટના બની હતી.

આ પણ વાંચોઃ Hardik Patel Action:ટ્વિટર દ્વારા હાર્દિકે નારાજગી કરી જાહેર, કર્યું આ કામ- વાંચો વિગત

આ પણ વાંચોઃ PM Modi Europe visit: આજથી પીએમ મોદી 3 દિવસની 3 યૂરોપીય દેશોની યાત્રાએ, ભારતીયોને કરશે સંબોધિત

Gujarati banner 01