adani hajira student

Celebration of National Mathematics Day: હજીરા ખાતે ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૨૩ ડિસેમ્બરઃ
Celebration of National Mathematics Day: સુરતના હજીરા અદાણી ફાઉન્ડેશન સંચાલિત ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત હજીરા કાંઠા વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ભારતના પ્રખ્યાત ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની યાદમાં ‘રાષ્ટ્રીય ગણિત દિવસ’ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૧૦ સરકારી પ્રાથમિક શાળાઓના ૧૧૭૩ બાળકોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો.

શિક્ષણમાં નવાચાર એ વર્તમાન સમયની માંગ છે. કોરોના કાળમાંથી ધીમે ધીમે બહાર આવી બાળકો ફરી શાળાએ આવતા થયા છે, ત્યારે સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોમાં ગણિત વિષયમાં રસરૂચિ જાગૃત થાય તેમજ બાળકોની તર્કશક્તિ અને કલ્પનાશક્તિ, ગણિત કૌશલ્ય, ચોકસાઈના ગુણ વિકસે તે હેતુસર રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરાઈ હતી.

Celebration of National Mathematics Day, Adani foundation hajira

Celebration of National Mathematics Day: ધો.૧ થી ૫ ના બાળકોને ગાણિતિક ચિત્રો, આકારોનું ડ્રોઈંગ તેમજ ધો.૬ થી ૮ના બાળકોને સુડોકુ તેમજ ગાણિતિક પઝલ્સ રમાડવામાં આવી. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત કરાયા હતાં.

આ પણ વાંચો…Benefits of eating green methi in winter: આવો જાણીએ શિયાળામાં લીલી મેથી ખાવાના ફાયદાઓ વિશે

Whatsapp Join Banner Guj