Methi

Benefits of eating green methi in winter: આવો જાણીએ શિયાળામાં લીલી મેથી ખાવાના ફાયદાઓ વિશે

Benefits of eating green methi in winter: મેથીના સેવનથી વજન નિયંત્રણ અને પાચનક્રિયા સારી રીતે રાખી શકાય છે.

હેલ્થ ડેસ્ક, ૨૩ ડિસેમ્બરઃ Benefits of eating green methi in winter: શિયાળાની ઋતુ એ લીલોતરીઓની ઋતુ છે. આ સિઝનમાં ઘણા પ્રકારના લીલા શાકભાજી આવે છે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે.લીલી મેથી પણ મોસમી છે. આપણે  આખા વર્ષ દરમિયાન રસોડામાં મસાલા તરીકે મેથી નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શિયાળો આવતા જ આપણે લીલી મેથીનો ઉપયોગ શાક , પરાઠા અને થેપલાં બનાવવા માટે કરીએ છીએ. શિયાળાની ખાસ, આ લીલોતરી માત્ર સ્વાદથી જ નહીં પણ સ્વાસ્થ્યના ગુણોથી પણ ભરપૂર છે.

મેથીના પાનમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન અને વિટામીન જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને અનેક સ્વાસ્થ્ય સમસ્યા ઓથી બચાવવામાં મદદ કરે છે. મેથીના સેવનથી વજન નિયંત્રણ અને પાચનક્રિયા સારી રીતે રાખી શકાય છે. તો આવો જાણીએ લીલી મેથી ખાવાના ફાયદા.

પાચનક્રિયાઃ શિયાળાની ઋતુમાં લીલી મેથી ખાવાથી પાચનક્રિયા સારી રાખી શકાય છે. આહારમાં મેથીનું શાક, મેથીના પરાઠાનો સમાવેશ કરવાથી પેટમાં ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે.

ડાયાબિટીસ: જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમે તમારા આહારમાં મેથીની ભાજી અથવા મેથીના પરાઠા, થેપલાં વગેરેનો સમાવેશ કરી શકો છો. ઠંડીમાં લીલી મેથી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય છે.

સાંધાનો દુખાવો: મેથીમાં બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણો હોય છે, જે સંધિવાના સાંધાના દુખાવા અને સોજાને ઓછો કરવામાં મદદરૂપ થાય છે. મેથીનું સેવન કરવાથી હાડકાને મજબૂત બનાવી શકાય છે.

આ પણ વાંચો…Shatabdi Express will run from Gandhinagar Capital Station: અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી દોડશે

Whatsapp Join Banner Guj