Children celebration of yoga day at gabbar: અંબાજીનાં ગબ્બર ખાતે ભીક્ષાવૃર્તી કરતાં બાળકો એ પણ યોગ કરી આ યોગ દિવસ ની ઉજવણીમાં જોડાયા

Children celebration of yoga day at gabbar: આ બાળકો ગબ્બર ખાતે ભીક્ષા માંગી પોતાના પરીવારને ઘર ગુજરાન ચલાવવામા મદદ કરતાં હતાં

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, ૨૧ જૂન: Children celebration of yoga day at gabbar: આજે 21 જાન્યુઆરી ને વિશ્વ યોગ દિવસ છે જેને લઇ રાજ્યભર માં ધાર્મીક તેમજ શૈક્ષણીક સંસ્થાઓમાં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે યાત્રાધામ અંબાજી નાં ગબ્બર ખાતે ભીક્ષાવૃર્તી કરતાં બાળકો એ પણ યોગ કરી આ યોગ દિવસ ની ઉજવણી માં જોડાયા હતા.

Yogasan

લાંબા સમય થી આ બાળકો ગબ્બર ખાતે ભીક્ષા માંગી પોતાના પરીવારને ઘર ગુજરાન ચલાવવામા મદદ કરતાં હતાં. ત્યારે અમદાવાદ નાં ઉષાબેન અગ્રવાલ પોતાની શ્રી શક્તિ સેવા કેન્દ્ર સંસ્થા દ્વારા આ ભીક્ષાવૃર્તી કરતાં બાળકો સાથે તાલમેલ કરી તેમને ” ભીખે નહી પણ ભણવા જઈએ ” ની થીમ સાથે 100 જેટલા બાળકે ને ભીક્ષાવૃર્તી છોડાવી અભ્યાસ તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે. અને 25 દિવસ થી યોગ ટ્રેનર પાસે આ બાળકો ને ટ્રેનીંગ અપાવી.

આ પણ વાંચો: Tiranga bike rally: અંબાજી સર્કિટ હાઉસ થી ભાજપની યુવા પાંખ દ્વારા તિરંગા બાઇક રેલી ની શરૂઆત કરવામાં આવી

આજે યોગ દિવસે ગબ્બર ખાતે લેશર શો અને સાઉન્ડ સિસ્ટમ વાળી જગ્યા ઉપર યોગ કરી મંત્રો મૃગ્ધ કર્યા હતા. એટલુંજ નહીં શ્રી શક્તિ સેવા કેન્દ્ર સંસ્થા દ્વારા આ ભીક્ષાવૃર્તી કરતાં બાળકો ને ભીક્ષા છોડાવ્યાં બાદ તેમનાં પરીવાર માટે પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ પાકાં મકાનો મળે તેવી તજવીજ પણ હાથ ધરવામાં છે.

Gujarati banner 01