IMG 20220621 WA0050

Tiranga bike rally: અંબાજી સર્કિટ હાઉસ થી ભાજપની યુવા પાંખ દ્વારા તિરંગા બાઇક રેલી ની શરૂઆત કરવામાં આવી

Tiranga bike rally: જીલ્લા કલેકટર દ્વારા પ્રસિધ્ધ કરાયેલાં જાહેરનામા અનુસાર જાહેર રેલી માં જતાં પહેલાં માસ્ક વિતરણ કરવામાં આવ્યુ

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અમદાવાદ, ૨૧ જૂન: Tiranga bike rally: આવનારા ટુંક સમય માં ગુજરાત વિધાનસભા ની ચુંટણીઓ યોજાનાર છે. સાથે આઝાદી નાં 75 વર્ષ પુર્ણ થતાં અમૃત મહોત્સવ રાજ્ય ભરમાં યોજાઇ રહ્યો છે. જે સંદર્ભ ને લઇ આજે યાત્રાધામ અંબાજી ખાતે ભાજપની યુવા પાંખ દ્વારા તીરંગા બાઇક રેલ નું આયોજન કરાયું હતુ.

IMG 20220621 WA0047

Tiranga bike rally: જોકે રેલી પુર્વે જીલ્લા કલેકટર દ્વારા પ્રસિધ્ધ કરાયેલાં જાહેરનામા અનુસાર જાહેર રેલી માં જતાં પહેલાં માસ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ. ને ત્યાર બાદ અંબાજી સર્કીટ હાઉસ થી તીરંગા બાઇક રેલી ની શરૂઆત કરવામાં આવી હતી. આ રેલી સમગ્ર અંબાજી નગરનું પરીભ્રમણ કરી સર્કીટ હાઉસ ખાતે જ પરીપુર્ણ કરાઇ હતી.

આ પણ વાંચો: Yoga day in ambaji: શક્તિપીઠ અંબાજી ખાતે મંદિરનાં ચાચરચોકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે યોગાસન કરવામાં આવ્યા

આ યાત્રા માં તાલુકા સહીત જીલ્લા ભાજપા નાં પદાધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા. આ તીરંગા બાઇક રેલી ખાસ કરી ને લોકો માં રાષ્ટ્ર પ્રેમ ની ભાવના જાગે સાથે આઝાદી નાં 75 વર્ષ પુરા થયાં છે તેનો સંદેશો પણ પ્રજા સુધી પહોંચે ને આવનારા સમય માં જ્યારે ગુજરાત વિધાનસભા ની ચુંટણીઓ યોજાનાર છે તેમાં પણ ભાજપ તરફી જુવાળ બનાવવાનાં આસય થી આ રેલી યોજવામાં આવી હતી. ભાજપ નાં કાર્યકર્તાઓ દ્વારા ક્યાંક હાથમાં તો ક્યાંક  બાઇક ઉપર તીરંગો લહેરાવી ભાજપ નાં ધ્વજ પણ સાથે લહેરાવ્યા હતા.

Gujarati banner 01