Mansukh 2

Mansukh mandvia elected president of gujarat nai talim sangh: ગુજરાત નઈ તાલીમ સંઘના પ્રમુખ પદે મનસુખ માંડવિયાની વરણી

Mansukh mandvia elected president of gujarat nai talim sangh: અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે સંઘની સાધારણ સભા મળી જેમાં સર્વાનુમતે પ્રમુખ પદે મનસુખભાઈ માંડવિયાના નામને બહાલી આપવામાં આવી

ગાંધીનગર, ૨૧ જૂન: Mansukh mandvia elected president of gujarat nai talim sangh: ગુજરાતમાં ગાંધીજીના વિચારોને લઈને ચાલતી બુનિયાદી શૈક્ષણિક સંશ્થાઓના સંગઠન ગુજરાત નઈ તાલીમ સંઘના પ્રમુખ પદે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની વરણી કરવામાં આવી છે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે નઈ તાલીમ સંઘની સાધારણ સભા મળી હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ પદે મનસુખભાઈ માંડવિયાના નામને બહાલી આપવામાં આવી હતી.

Mansukh

ગુજરાતભરમાંથી બુનિયાદી શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ગુજરાતના વિદ્યાપીઠ ખાતે એકત્રિત થયા હતા. નઈ તાલીમ સંઘના પ્રમુખ પદેથી સંબોધન કરતા મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે બુનિયાદી શિક્ષણએ માણસના ઘડતરનો પાયો છે. જે ગાંધીજીના રાહ પર ચાલે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જે કામો નથી થયા તે આઝાદી બાદ હવે થઇ રહ્યા છે. દેશની નવી શિક્ષણ નીતિમાં સમાવેશ કરાયેલા ઘણા મુદ્દા મૂળ તો બુનિયાદી શિક્ષણના જ છે તેમને ઉમેર્યું હતું કે બુનિયાદી શિક્ષણ તેના પ્રચાર-પ્રસાર અને માર્કેટિંગ કરવામાં પાછળ રહ્યું છે. જેની આપણે આજથી શરૂઆત કરીશું.

આ સંસ્થાઓમાં વિદેશથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવે તેવું વાતાવરણ આપણે ઉભું કરીશુંકેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ એ છેલ્લા દસ વર્ષથી ભાવનગર જિલ્લાની અને અન્ય બુનિયાદી સંસ્થાઓમાં રસ લઈ તેનો વિકાસ કર્યો છે, જેની નોંધ લેતા પદ્મશ્રી અને પીઢ ગાંધીવાદી આગેવાન માલજીભાઈ દેસાઈએ સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે આઝાદી પછી મોરારજીભાઈ ની સરકાર પછી આ બીજો પ્રસંગ છે કે કેન્દ્ર સરકારના પ્રધાન હોય અને નઈ તાલીમ સંઘના પ્રમુખ બન્યા હોય.

આ પણ વાંચો: Children celebration of yoga day at gabbar: અંબાજીનાં ગબ્બર ખાતે ભીક્ષાવૃર્તી કરતાં બાળકો એ પણ યોગ કરી આ યોગ દિવસ ની ઉજવણીમાં જોડાયા

Mansukh mandvia elected president of gujarat nai talim sangh: આ પ્રસંગે લોકભારતી સણોસરાના ટ્રસ્ટી અરુણભાઈ દવેએ સ્વાગત પ્રવચનમાં મનસુખભાઇ સાથેના સંસ્મરણોને વાગોળ્યા હતા. તેમજ મનસુખભાઈ ભાઈએ છેલ્લા 20 વર્ષમાં જાહેર જીવનમાં યોજેલી બેટી બચાવો, શિક્ષણ અને ગાંધી વિચાર માટે કરેલી પદયાત્રાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. .

ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્રભાઇ ખીમાણીને પણ પ્રસંગોચિક ઉદબોધન કર્યું હતું , તેમણે આગામી દિવસોમાં નઈ તાલીમ સંઘના નાના મોટા પ્રશ્નો ઉકેલવા પણ અપીલ સરકારને કરી હતી નઈ તાલીમ સંઘના હોદ્દેદારો ઉદેસંગહભાઈ નીખિલભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Gujarati banner 01