01 DND2 MX HOR 2 scaled

એમએક્સ પ્લેયર પર આવી રહી છે, ગુજરાતી નવી વેબ સીરિઝ ડુ નોટ ડિસ્ટર્બ 2

01 DND2 MX HOR 2

મુંબઈ, 21 ડિસેમ્બરઃ સાત નંબર ભાગ્યશાળી હોવાનું કહેવાય છે. સપ્તાહમાં સાત દિવસ હોય છે, સાત સમુદ્ર છે, ઈન્દ્રધનુષના સાત રંગ છે અને દુનિયામાં 7 અજાયબી છે. આપણા ફેવરીટ કપલ મૌલિક અને મીરા તરીકે ફરીથી આવી રહેલાં માનસી પારેખ ગોહિલ અને મલ્હાર ઠક્કરનાં લગ્નજીવનને સાત વર્ષ પૂરાં થયાં છે. હવે તેઓ 6 એપિસોડની ગુજરાતી એમએક્સ એક્સક્લુઝિવ સિરીઝ અને મિરચી પ્લે ઓરિજિનલ ડુ નોટ ડિસ્ટર્બ સીઝન-2માં પાછાં એકત્ર જોવા મળશે.

સિરીઝની સીઝન -1માં તેમના લગ્નજીવનમાં દર્શકોને ડોકિયું કરાવવામાં આવ્યું હતું અને હવે બીજી એડિશનમાં કુખ્યાત સાત વર્ષના સંઘર્ષમાં ડોકિયું કરાવવામાં આવશે. મૌલિક અને મીરા તેમની સામે શું આવવાનું છે તેનાથી અજાણ છે. હવે તેમનાં લગ્નને સાત વર્ષ પૂરાં થયાં છે. બહુ યુવા નહીં અને બહુ વૃદ્ધ નહીં પરંતુ તેની વચ્ચે આ દંપતીના જીવનમાં હવે ઓળખની કટોકટી, ઈચ્છાશક્તિઓ, સમાજનું દબાણ અને મોજમસ્તી ચાલુ રાખીને પોતાની પુનઃખોજ કરવા પર કેન્દ્રિત છે.મૌલિક અને મીરાના બેડરૂમમાં આપણે જોવાનું ચાલુ રાખીશું અને તે તેમની સાથે બહાર પણ આવીશું અને તેઓ દુનિયા સાથે અને અમુક વાર પોતાની સાથે કઈ રીતે વ્યવહાર કરે છે તે પણ જોઈશું.

whatsapp banner 1

આ વિશે માનસી પારેખ ગોહિલ કહે છે, દર્શકો પાસેથી મળેલા પ્રેમને લઈને મૌલિક અને મીરા પાછા આવી રહ્યાં છે. અમે ડુ નોટ ડિસ્ટર્બની સીઝન-2થી ભારે રોમાંચિત છીએ. તેમનાં લગ્નને 7 વર્ષ પૂરાં થયાં છે ત્યારે મૌલિક અને મીરાના સંબંધો બહુ જૂના કે બહુ નવા પણ નથી. કઠોર આરોગ્યની પરેજીઓનું પાલન કરવાથી તે મોજમસ્તી પાછી લાવવા સુધી દર્શકોને શોની આ એડિશનમાં ભરપૂર ડ્રામા જોવા મળવાનો છે.

આ વિશે ભાર આપતાં મલ્હાર ઠક્કર કહે છે, અમારી જોડી ફિલ્મ ગોળકેરીમાં સુપરહિટ રહી હતી અને માનસી સાથે અને ડાયરેક્ટર સંદીપ પટેલ સાથે પાછા આવવાની બેહદ ખુશી છે. સાત વિશેષ આંકડો માનવામાં આવે છે અને મીરા અને મૌલિક તેમના સંબંધનાં સાત વર્ષ પૂરાં કરી રહ્યાં છે ત્યારે દર્શકો માટે ઘણું બધું જોવા જેવું છે. આ સીઝનમાં અન્ય બધા અવરોધને પાર કરતાં સાત વર્ષનું લાંબું લગ્નજીવન તેમના જીવનમાં પડકારો સાથે ભાવનાઓનાં વાદળો કઈ રીતે લાવે છે તે જોવા મળશે.

આ પણ વાંચો…

ગુજરાત બાદ આ રાજ્યમાં પણ આજથી છ મહિના સુધી માસ્ક પહેરવું બન્યું ફરજિયાત, નહીં તો લેવામાં આવશે દંડ