Aashika Bhatia

મારા વીડિયો જોઇને લોકો હું તોછડી છું, તેવું અનુમાન લગાવી લે છેઃ આશિકા

Aashika Bhatia

મુંબઇ, 21 ડિસેમ્બરઃ એમએક્સ ટકાટક ફેમ હાઉસની પ્રથમ સીઝનમાં તેનું વલણ પણ સ્પષ્ટ કરે છે. તેના વિશે લોકોના નકારાત્મક નજરિયા વિશે બોલતાં આશિકા ભાટિયા કહે છે, અમુક લોકો, મારા વિડિયો જોઈને હું તોછડી હોઈશ એવું અનુમાન લગાવે છે. તેનો સ્વભાવ કેવો છે, તે તોછડી છે, પરંતુ મારો સંપર્ક કરવાનું બહુ મુશ્કેલ નથી. મને પોતાની અંદર રહેવાનું ગમે છે. હું બોલકણી છું, પરંતુ ઘણા બધા ફ્રેન્ડ્સ પણ બનાવું છું. એક પુસ્તકનું અનુમાન ફક્ત તેના મુખપૃષ્ઠથી લગાવવો નહીં જોઈએ તે તમે જાણો છો ને.

એમએક્સ ટકાટક ફેમ હાઉસ સીઝન-1માં તેના અનુભવો વિશે તે કહે છે, હું તે જ હાઉસમાં અમે રહેવા જવાનાં હોવાથી ભારે રોમાંચિત હતી, કારણ કે હું આવું ટેલિવિઝન પર જ જોતી આવી છું. આથી મારે માટે આ નવો અનુભવ બરાબર છે. ઉલ્લેખનીય છે કે આશિકાએ મીરા, પરવરીશ, કુછ ખટ્ટી કુછ મીઠી અને કુછ રંગ પ્યાર કે ઐસે ભી જેવા શો સાથે તે બહુ નાની ઉંમરે સંકળાઈ હતી અને દર્શકોના મનમાં પોતાનું નામ કંડાર્યું છે. પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં રાજકુમારી રાધિકાની ભમિકા ભજવીને તેણે પોતાના ચાર્મથી દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ યુવા પ્રતિભા હવે ડ્રામા, ફન અને હાઈપ માટે એક છત હેઠળનું સ્થળ એમએક્સ ટકાટક ફેમ હાઉસ સીઝન-1માં ધમાલ મચાવવા માટે આવી રહી છે, જ્યાં 18 પ્રભાવશાળીઓ જોડાણ કરશે અને બેટલ ઓફ ફેમ જીતવા માટે શોર્ટ વિડિયો કન્ટેન્ટ નિર્માણ કરશે.

whatsapp banner 1

ગોવામાં આયોજિત આ ડિજિટલ પ્રથમ પહેલમાં અલગ અલગ શહેરના પ્રભાવશાળીઓ દેખીતી રીતે જ મોજમસ્તી કરવા સાથે એકત્ર આવીને નિર્માણ કરે છે, જોડાણ અને ચિલ કરે છે. આરંભિક એડિશનમાં રોજ ઘણાં બધાં ટાસ્ક સાથે નવી થીમ જોવા મળશે અને બધા પ્રભાવશાળીઓએ કન્ટેન્ટમાં જોડાણ અને નિર્માણ કરીને લાખ્ખો નવા ચાહકો સુધી તેમની પ્રતિભા બતાવવાની અને નવીનતા લાવવાની રહેશે.

ફેમ હાઉસમાં અન્યોમાં ડિજિટલ સ્ટાર્સ નિશા ગુરગેઈન, શલ્વી ચૌહાણ, દીપક જોશી, રિઝવાન ખાન, લકી ડાન્સર લકી, અમૂલ્ય રત્તન, આયુષ યાદવ, રશ ટિવન્સ, તારિક ખાન, વિશ રાઠોડ, સલોની મિત્તલ, વિશાલ કાલરા, સોફિયા અન્સારી, કનિષ્ક શર્મા, રિધિમા જૈન, સ્વાતિ શર્મા અને વીરાંગનાનો સમાવેશ થાય છે.

7 દિવસ, 1 હાઉસ અને માથાથી માથાનો જંગ ફેમ માટે- તો એમએક્સ એક્સક્લુઝિવ સિરીઝ એમએક્સ ટકાટક ફેમ હાઉસ સીઝન-1 સાથે નામના માટેની સૌથી મોટી રેસમાંથી એક જોવા માટે તૈયાર થઈ જાઓ.

આ પણ વાંચો…

ખેડૂતોએ કરી 24 કલાક સુધી ભૂખ હડતાળ કરવાની જાહેરાત,મન કી બાત દરમિયાન વગાડશે થાળીઓ