Cong Aap

AAP-Congress alliance: આપ-કોંગ્રેસનું ગઠબંધન,ગુજરાત સહિત 6 રાજ્યોની સીટ વહેંચણીની થઇ સમજૂતી

AAP-Congress alliance: ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે

અમદાવાદ, 24 ફેબ્રુઆરીઃ AAP-Congress alliance: લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ડીલ ફાઈનલ થઇ ચૂકી છે.

મુકુલ વાસનિકે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દિલ્હીની આમ આદમી પાર્ટી દિલ્હીમાં 4 બેઠકો પર લડશે જ્યારે કોંગ્રેસ 3 બેઠક પર લડશે. ચંડીગઢમાં લોકસભા સીટ અને ગોવાની બંને સીટો પર કોંગ્રેસ જ તેના ઉમેદવારો ઉતારશે. જ્યારે હરિયાણામાં 9 સીટો પર કોંગ્રેસ અને 1 સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે.

આ પણ વાંચોઃ Kasganj Accident: ઉત્તરપ્રદેશના કાસગંજમાં મોટી દુર્ઘટના, અકસ્માતમાં 15 લોકો મૃત્યુ પામ્યા- જુઓ વીડિયો

મહત્ત્વપૂર્ણ એ છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી બે સીટ તથા કોંગ્રેસ 24 બેઠક પર લડવા માટે સહમત થઈ ગયા છે. ગુજરાતમાં કોંગ્રેસ અને AAP પણ સાથે મળીને ચૂંટણી લડશે. ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી, કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે AAP ભરૂચ અને ભાવનગરમાં બેઠક પરથી ચૂંટણી લડશે.