Bosch

Bosch Employees: હોમ એપ્લાયંસ કંપનીના કર્મચારીઓ પર છંટણીના વાદળો, જાણો શું છે સંપૂર્ણ યોજના

Bosch Employees: બોશ ગ્રુપ આ વર્ષે લગભગ 1,000 કર્મચારીઓની છટણી કરશે

અમદાવાદ, 24 ફેબ્રુઆરીઃ Bosch Employees: હોમ એપ્લાયંસ કંપની બોશના કર્મચારીઓ પર છંટણીના વાદળો ઘેરાયા છે. હકીકતમાં કંપનીએ કહ્યુ કે, 2027 સુધી 3,500 નોકરીઓ ખાલી કરવામાં આવશે. કહેવામાં આવે છે કે પડકારજનક આર્થિક સ્થિતિમાં સુરક્ષિત રહેવા અને ખર્ચ ઘટાડવા માટે કંપનીએ આ મોટુ પગલુ લીધુ છે

આ પણ વાંચોઃ AAP-Congress alliance: આપ-કોંગ્રેસનું ગઠબંધન,ગુજરાત સહિત 6 રાજ્યોની સીટ વહેંચણીની થઇ સમજૂતી

પ્રાપ્ત માહિતી અનુસાર, છટણીની સૌથી વધુ અસર પેટાકંપનીના કર્મચારીઓ પર પડશે. એવા પણ અહેવાલો છે કે બોશ ગ્રુપ આ વર્ષે લગભગ 1,000 કર્મચારીઓની છટણી કરશે. આગામી કેટલાક વર્ષોમાં અન્ય કર્મચારીઓને તબક્કાવાર રીતે દૂર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કે આ ગ્રુપના 60,000 લોકો આખી દુનિયામાં કામ કરી રહ્યા છે. તેમાંથી જર્મનીમાં સૌથી વધુ 17,000 સ્ટાફ છે. કંપનીએ અગાઉ ડિસેમ્બર 2023માં 1,500 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી.