congress leader sammelan

congress leader sammelan: ગુજરાત કોંગ્રેસ નેતા રઘુ શર્માની હાજરીમાં આજે હિંમનગર ખાતે કાર્યકર્તા સમ્મેલન યોજાયુ

congress leader sammelan: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જન જાગરણ અભિયાન અંતર્ગત કાર્યકર્તા સંમેલન ને સંબોધન કર્યું

હિંમતનગર, 16 નવેમ્બરઃ congress leader sammelan: આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જન જાગરણ અભિયાન અંતર્ગત કાર્યકર્તા સંમેલન ને સંબોધન કર્યું. હું ગુજરાત ના ભોળા લોકોને પૂછવા માંગુ છું કે જે સરકાર છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ના પ્રતિબંધ ઉપર સરખું કામ નથી કર્યું તે સરકાર હવે ઈંડા ની લારીઓ પર પ્રતિબંધ લાવવાની વાત કરે છે.

છેલ્લા વર્ષોમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું દારૂ અને ડ્રગ્સ ગુજરાતમાં પકડાયું છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સંત નરસિંહ મહેતા, કવિ ઝવેરચંદ મેઘાણી અને પ્રમુખ સ્વામી મહારાજના પવિત્ર ગુજરાતને બદનામ કરવાનું કામ ભાજપના રાજમાં થયું છે.

ડ્રગ્સ અને દારૂ પર કડક પ્રતિબંધ ના હોવાથી લાખો યુવાનોના ભવિષ્યને ખરાબ કરવાનું કામ ભાજપ સતત કરતી આવે છે, ભાજપની આ ભ્રષ્ટ સરકારને યુવાનોના માતા-પિતાનો શ્રાપ લાગશે.

આ પણ વાંચોઃ hardik pandya watch: હાર્દિક પંડ્યાએ મુંબઈ એરપોર્ટ પર તેની ઘડિયાળો જપ્ત કરાયા બાદ, ખેલાડીએ કહી આ વાત- વાંચો શું છે મામલો?

Whatsapp Join Banner Guj