Congress president tried to commit suicide

Congress president tried to commit suicide: શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાના શરીર કેરોસિન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો

Congress president tried to commit suicide: આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી

જામનગર, 06 ઓગષ્ટઃ Congress president tried to commit suicide: રાજ્યભરમાં લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે આજે જામનગર કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જિલ્લા કલેક્ટરની બેઠક યોજાઇ હતી. આ દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. દિગુભા જાડેજા પોતાના શરીર કેરોસિન પણ છાંટી દીધુ હતું.

જોકે, આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. આ દરમિયાન કલેક્ટર કચેરી બહાર ભારે હોબાળો મચતાં લોકોનાં ટોળાં એકઠા થયાં હતાં. કલેક્ટર કચેરીના બીજા માળે મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરની બેઠક ચાલી રહી હતી, ત્યારે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા પોતાની કાર લઇને કચેરીએ આવ્યા હતા.

આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના મહામંત્રી પણ હાજર હતા. ત્યારે દિગુભા જાડેજાએ કેરોસિનનું ડબલુ પોતાના શરીરે છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ભારે હોબાળો થતાં પોલીસે બંનેની અટકાયત કરી છે. જોકે, મુંખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરની બેઠક હજુ ચાલુ છે.

આ પણ વાંચોઃ Rain Forecast Next 5 Days: આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, આ જગ્યાએ થશે સૌથી વધુ વરસાદ

આ પણ વાંચોઃ CM visit Lumpy Virus Center: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જામનગરમાં ઊભા કરવામાં આવેલા લમ્પી વાયરસ સેન્ટરની મુલાકાત લીધી

Gujarati banner 01