CM visit Lumpy Virus Center

CM visit Lumpy Virus Center: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જામનગરમાં ઊભા કરવામાં આવેલા લમ્પી વાયરસ સેન્ટરની મુલાકાત લીધી

CM visit Lumpy Virus Center: મુખ્યમંત્રીએ પશુધન માટે તૈયાર કરવામાં આવેલ સારવાર કેન્દ્ર, વેક્સીનેશન સેન્ટર, રોગગ્રસ્ત ગૌધનના શેડસ, રહેઠાણની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું

  • પશુઓની યોગ્ય રીતે તાકીદે સારવાર તેમજ વેક્સિનેશન કરવામાં આવે તે અંગે અધિકારીઓને સૂચનો કર્યા
  • રૂ.૩૦ લાખના ખર્ચે નિર્માણ પામેલા આ સેન્ટરમાં પશુઓનું વેક્સિનેશન તેમજ લમ્પીગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવશે

અહેવાલઃ જગત રાવલ

જામનગર, 06 ઓગષ્ટ: CM visit Lumpy Virus Center: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસની સ્થિતિનું નિરીક્ષણ કરવા અર્થે શહેરની મુલાકાતે છે ત્યારે જામનગર મહાનગપાલિકા દ્વારા શહેરના ગોલ્ડન સીટી પાછળ, સોનલનગર ખાતે લમ્પી “વાયરસ સારવાર કેન્દ્ર” ઊભું કરવામાં આવ્યું છે જેની મુખ્યમંત્રીએ મુલાકાત લઈ પશુઓની સારવાર માટે ઊભા કરવામાં આવેલી તમામ પ્રકારની સુવિધાઓનું નિરીક્ષણ કરી લગત અધિકારીઓ તેમજ પશુપાલન વિભાગને જરૂરી સૂચનો કરી પશુઓની યોગ્ય રીતે કાળજી લેવા જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જે લમ્પી વાયરસ સારવાર કેન્દ્રની મુલાકાત લીધી છે તે સેન્ટર જામનગર મહાનરપાલિકા દ્વારા રૂ.30 લાખના ખર્ચે 50હજાર ચોરસફૂટની જગ્યામાં ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં શહેરના લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવશે તેમજ વેક્સીનેશન અને પશુ એમ્બ્યુલન્સની સૂવિધા પણ ઊભી કરવામાં આવી છે. જ્યાં સુધી અસરગ્રસ્ત પશુ તંદુરસ્ત ન થાય ત્યાં સુધી તેના રહેઠાણ અને ખોરાકની વ્યવસ્થા અંગેની પણ આ સેન્ટર પર કાળજી લેવામાં આવશે.

6bef4c8f 46e9 4b36 8fd8 40fde4120872

આ પણ વાંચોઃ Loans will be more expensive: રેપો રેટમાં વધારો થવાથી હોમ સહિત આ લોન થશે મોંઘી- વાંચો વિગત

જામનગર જિલ્લામાં નોંધાયેલા 138176 પશુધન પૈકી અત્યાર સુધી 110456 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ અસરગ્રસ્ત તમામ 5405 પશુઓને પશુપાલન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ની આ મુલાકાત દરમિયાન પશુપાલન, ગૌસંવર્ધન સહકાર વિભાગના સેક્રેટરી ડો. કે.એમ. ભિમજીયાણી, કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્ય આર.સી.ફળદુ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશ્નર વિજય ખરાડી,જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, પશુપાલન વિભાગના નાયબ નિયામક અને જામનગર જિલ્લાના નોડલ ઓફિસર ડો. અમિત કાનાણી, પશુપાલન વિભાગના અધિકારીઓ, જામનગર મહાનગપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારી, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Medal update in CWG 2022: ભારતના ત્રણ રેસલર્સે પોતાના નામે ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર કર્યો- વાંચો વિગત

Gujarati banner 01