Controversy viral video of Namaz in university

Controversy viral video of Namaz in university: વડોદરાની MS યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વધુ એક વીડિયો વાયરલ થતા વિવાદ

Controversy viral video of Namaz in university: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં નમાઝ પઢવાને લઇને આ સતત ત્રીજો વિવાદ સામે આવ્યો

વડોદરા, 16 જાન્યુઆરી: Controversy viral video of Namaz in university: વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે. યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિની નામાઝ પઢતી હોય તેવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો બાદ વિવાદ સર્જાયો છે.

જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે આ ઘટના શુક્રવારે સાયન્સ ફેકલ્ટીના બૉટની વિભાગમાં બની હશે. અગાઉ પણ યુનિવર્સિટીના પરિસરમાં આવેલા સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની સામે એક યુવક-યુવતી દ્વારા નમાઝ પઢવામાં આવતી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો, જેના કારણે મોટો વિવાદ સર્જાયો હતો. 

વિદ્યાર્થિની કોણ છે? તે અંગે તપાસ

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિની દ્વારા નમાઝ પઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ મામલે વિવાદ સર્જાયો છે. જોકે નમાઝ પઢનાર યુવતી કોણ છે? તે અંગે યુનિવર્સિટી વિજિલન્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવતી જાહેરમાં નમાઝ પઢી રહી છે. જોકે આ વીડિયો એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી સ્થિત બોટની ડિપાર્ટમેન્ટનો હોવાના અનુમાન છે. આ અંગે હવે હાઈપાવર કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં નમાઝ પઢવાને લઇને આ સતત ત્રીજો વિવાદ સામે આવ્યો છે. અગાઉ પણ યુનિવર્સિટીના પરિસરમાં આવેલા સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની સામે એક યુવક અને યુવતી દ્વારા નમાઝ પઢવામાં આવતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશો પાસે આ અંગે તપાસ કરવાની માગ કરાઈ હતી. 

ઉત્તરાયણના દિવસનો વીડિયો હોવાની આશંકા

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો શુક્રવારનો છે જ્યારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન બોટની ડિપાર્ટમેન્ટમાં બીજા માળે ક્લાસરૂમની બહાર બોપેર એક વિદ્યાર્થિની દ્વારા નમાઝ પઢવામાં આવી હતી. જોકે આ દરમિયાન તેની આસપાસ અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા મોટો વિવાદ સર્જાયો છે. ત્યારે હવે આ અંગે તપાસ કરવા માટે યુનિવર્સિટીના ઉચ્ચ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: Nile cow collided with a car and fire: નડિયાદના સલુણ પાસે નીલ ગાય કાર સાથે અથડાતા આગ લાગી, જાણો પછી શું થયું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો