Tea cup

Ban on paper cups: હવે પેપર કપ પર પ્રતિબંધ, 20 જાન્યુઆરી સુધી સમજાવામાં આવશે ત્યાર બાદ…

Ban on paper cups: પાનના ગલ્લા પર વાપરવામાં આવતા આવા પ્લાસ્ટિકને વાપરી શકાય નહીં તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે

અમદાવાદ, 16 જાન્યુઆરી: Ban on paper cups: શહેરમાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે શહેરમાં ચાની કીટલી અને દુકાનો પર પેપર કપના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હવેથી ચાની કીટલી અને દુકાનનોમાં જઈને રૂબરૂ તપાસ હાથ ધરવામાં આવશે.

માહિતી મુજબ, 20 જાન્યુઆરી સુધી વિભાગ દ્વારા પાનના ગલ્લા પર જઈને લોકોને પ્લાસ્ટિક યુઝ ન કરવા અંગે સમજાવવામાં આવશે અને ત્યારબાદ પેપર કપનો ઉપયોગ કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

20 જાન્યુઆરી સુધી સમજાવાશે

મીડિયા અહેવાલ  મુજબ, મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ આ અંગે જણાવ્યું હતું કે, વિભાગ દ્વારા 20 જાન્યુઆરી સુધી લોકો અને વેપારીઓને સમજાવવામાં આવશે. ત્યાર બાદ જો કોઈ ચાની કીટલી કે દુકાન પર પેપર કપનો ઉપયોગ થતો જોવા મળશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, વિભાગ દ્વારા પાનના ગલ્લા પર જઈને તપાસ કરાશે. જો કોઈ પાનના ગલ્લા પાસે ગંદકી જોવા મળશે તો ગલ્લાના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. 

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ

તેમણે કહ્યું કે, હાલ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. પાનના ગલ્લા પર વાપરવામાં આવતા આવા પ્લાસ્ટિકને વાપરી શકાય નહીં તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, જેથી પાનના ગલ્લાવાળાઓને સમજાવવામાં આવશે, પરંતુ જો એ લોકો ના સમજે અને પ્રતિબંધ હોવા છતાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગંદકી ન કરવા અને સ્વચ્છતા જાળવવા અંગે લોકોને જાગૃત કરવા વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ સ્કૂલ અને કોલેજોમાં પણ વિદ્યાર્થીને સ્વચ્છતા અંગે જાગૃતિ કરવા અનુરોધ કરાયો છે.

આ પણ વાંચો: Controversy viral video of Namaz in university: વડોદરાની MS યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વધુ એક વીડિયો વાયરલ થતા વિવાદ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો