Nile cow collided with a car and fire

Nile cow collided with a car and fire: નડિયાદના સલુણ પાસે નીલ ગાય કાર સાથે અથડાતા આગ લાગી, જાણો પછી શું થયું…

Nile cow collided with a car and fire: કારમાં સવાર લોકો બહાર નીકળી જતાં આબાદ બચાવ

અમદાવાદ, 16 જાન્યુઆરી: Nile cow collided with a car and fire: નડિયાદના સલુણ પાસે નીલ ગાય કાર સાથે અથડાતા આગ લાગી, કારમાં સવાર લોકો બહાર નીકળી જતાં આબાદ બચાવ ખેડા જિલ્લામાં નિલ ગાયોની પ્રજાપતિએ હાહાકાર મચાવ્યો છે. રોડ પર અને ખેતરાડુ રસ્તા અને હાઈવે પર નિલ ગાયનો ત્રાસ છે. નડિયાદના સલુણ પાસે નીલ ગાય આડી ઉતરતાં કાર સાથે અથડાઈ અને કારમાં આગ લાગી હતી.

કારમાં સવાર લોકો બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. નડિયાદ ફાયર વિભાગ કંટ્રોલને થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ નડિયાદના ડાકોર-નડિયાદ રોડ પર સલુણ ગામ પાસે રવિવારની ઢળતી સાંજે એક કાર પસાર થઈ રહી હતી. આ દરમિયાન નીલ ગાય રોડ વચ્ચે આવતાં નીલ ગાય કાર સામે અથડાઈ હતી. જેના કારણે આ કારમાં અચાનક લાગી આગ હતી.

આગ લાગતાં કારમા સવાર લોકો કારની બહાર નીકળી ગયા હતા. આ અંગેની જાણ નડિયાદ ફાયર વિભાગ કંટ્રોલને થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કારમાં સવાર પરિવાર બાલાસિનોરથી ખંભાત જતો હતો તે દરમિયાન ઘટના બની પહોચેલી ફાયર બ્રિગેડ ટીમ દ્વારા કારમાં લાગેલ ભીષણ આગ પર કાબુ મેળવવા પાણીનો છંટકાવ કરાયો હતો.

સદનસીબે કારમાં સવાર પરિવાર કારના સીટ બેલ્ટ કાઢી કારની બહાર નીકળી જીવ બચાવ્યો છે. કારમાં સવાર પરિવાર બાલાસિનોરથી ખંભાત જતો હતો તે દરમિયાન ઘટના બની છે.

આ પણ વાંચો: Stop the river cruise yatra: વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂજ યાત્રા છાપરામાં અટકી, કારણ કે…..

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો