ambaji crpatil bday

CR Patil birthday celebrate: અંબાજીમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ના જન્મ દિવસ ની કેક કાપી ઉજવણી કરાઈ.

CR Patil birthday celebrate: અંબાજીમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ના જન્મ દિવસ ની કેક કાપી ઉજવણી કરાઈ. દર્દીઓને ફ્રુટ વિતરણ કરાયુ.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 16 માર્ચ
: CR Patil birthday celebrate: ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નો આજે જન્મદિવસ રાજ્યભરમાં ભાજપના વિવિધ મંડળો દ્વારા ધામધૂમ થી ઉજવવામાં આવી રહ્યો છે અને ભાજપાના કાર્યકર્તાઓ જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ આદિજાતી મોર્ચા દ્વારા પાટીલના જન્મદિવસ ની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી એટલુજ નહી અંબાજી ની જનરલ હોસ્પિટલ મા ઈન્ડોર તમામ દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યુ હતુ

અને સાથે તેમના સારા સ્વાસ્થ્ય માટે માતાજી ને પ્રાર્થના કરવામાં આવી હતી આ પ્રસંગે બનાસકાંઠા જીલ્લા આદીજાતી મોર્ચાના મહામંત્રી નિલેશ બુંબડીયાએ જણાવ્યુ હતુ કે (CR Patil birthday celebrate) સી. આર પાટીલ એ ભાજપા પ્રદેશ ની કમાન સંભાળી છે ત્યાર બાદ રાજ્યના યુવા કાર્યકર્તાઓમા નવા જોશ પુરાયા છે ને ભાજપા પાર્ટી વધુ મજબુત બની છે એટલુજ નહી પાડોશી રાજ્યો મા પણ પડઘા પડ્યા જે ચાર રાજ્યો ના વિધાનસભા ના પરીણામો સાક્ષી છે

આજે તેમના જન્મદિવશે તેમના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમનું સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના કરાઇ હતી આ પ્રસંગે માલધારી સેલ, મહીલા મોર્ચા સહીત મોટી સંખ્યામા ભાજપાના કાર્યકર્તાર્ઓ ઉપસ્થીત રહ્યા હતા.

આ પણ વાંચો..One Station One Product Scheme: રાજકોટ સ્ટેશન પર ટૂંક સમયમાં શરૂ થશે ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજના

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.