Fire bridge team

cyclone:અમદાવાદ જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત ક્ષેત્રોમાં આરોગ્ય કટોકટીને પહોંચી વળવા ૧૦૮ની નવિન ૧૭ એમ્બ્યુલન્સ ખડેપગે….

  • તાઉ’તે સંભવિત વાવાઝોડા(cyclone)ની આરોગ્ય કટોકટી માટે ૨ આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ ફાળવવામાં આવી
  • અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ ૧૧૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં સજ્જ

અમદાવાદ, 17 મેઃ અમદાવાદ જિલ્લામાં તાઉ’તે સંભવિત વાવાઝોડા(cyclone)ની તમામ અસરને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. અમદાવાદ જિલ્લાની આરોગ્ય સંજીવની સમી ૧૦૮ એમ્બ્યુલન્સ પણ કોઇપણ પ્રકારની આરોગ્ય કટોકટી નો સામનો કરવા માટે જિલ્લા સાથે કદમ થી કદમ મિલાવીને કાર્ય કરી રહી છે.

cyclone


અમદાવાદ જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં ૧૭ જેટલી એમ્બ્યુલન્સ અને ૨ આઇ.સી.યુ. ઓન વ્હીલ સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સનો કાફલો જિલ્લા કલેકટર સંદિપ સાગલેની સૂચનાથી તહેનાત કરી દેવામાં આવ્યો છે. તાઉ તે ની આફત ને અનુલક્ષીને જિલ્લા કલેકટર સંદિપ સાગલેએ ૧૦૮ સેવાઓને વિવિધ પ્રકારે સતર્ક અને તૈયાર રહેવાનો અનુરોધ કર્યો છે.જેના ભાગરૂપે ૧૦૮ સેવા દ્વારા સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી છે.

cyclone


અમદાવાદ જિલ્લામાં કોઈપણ પ્રકારની આરોગ્ય કટોકટીને પહોંચી વળવા ની જરૂરી તૈયારીઓ સાથે ૧૦૮ સેવાની કુલ ૧૧૦ એમ્બ્યુલન્સો નો કાફલો વાહન ચાલકો અને પૂરતાં બળતણ, ઓકસીજન, ફાયર એકસ્ટિંગવિશર જેવી તમામ સાધન સુવિધા સાથે સુસજ્જ રાખવામાં આવ્યો છે. તાઉ’તે ની અસરને પહોંચી વળવા ફાળવવામાં આવેલી ૧૯ એમ્બ્યુલન્સ પૈકી ૨ એડવાન્સ લાઇફ સપોર્ટ સિસ્ટમ થી અને ૧૭ બેઝિક લાઇફ સપોર્ટ સિસ્ટમ થી સજ્જ છે.

આ પણ વાંચો…..

રાજ્યનો સરકારનો મોટો નિર્ણયઃ ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં આ તારીખ સુધી રાત્રિ કરફ્યુ(night curfew) લંબાવ્યો- વાંચો શુ ચાલુ રહેશે શું બંધ?