Damage to agricultural crops

Damage to agricultural crops: સુરત જિલ્લામાં વરસાદને કારણે ૧૩૧ હેક્ટર જમીનમાં ખેતીના પાકોને નુકસાન

Damage to agricultural crops: જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી

બારડોલી, 20 જુલાઇ: Damage to agricultural crops: છેલ્લા સપ્તાહ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે કપાસ, વેલાવાળા શાકભાજી, ધરૂવાડિયા જેવા પાકોને થયેલા નુકશાન માટેનો જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ૧૦ ટીમો બનાવીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં અંદાજિત ૧૩૧ હેક્ટરમાં ખેતીના પાકને નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.  

ગત સપ્તાહ દરમ્યાન સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાય હતી. જેને કારણે ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. નદી કિનારાના ખેતરોમાં પૂરના પાણી ફરી વળતાં ખેડૂતોની સ્થિતિ દયનીય થઈ ગઈ હતી.

સરકાર દ્વારા ખેતરોમાં થયેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વે કામગીરી શરૂ કરી હતી. જેથી ખેડુતોને સત્વરે સરકારના ધારાધોરણ મુજબ નુકશાનનું વળતર આપી શકાય.

આ પણ વાંચોઃ About passenger data: હવે અંબાજીમાં તમામ હોટલ ગેસ્ટહાઉસના માલિકો અને સંચાલકોએ ફરજીયાત કોમ્પ્યુટર સિસ્ટમ વસાવી પડશે- વાંચો વિગત

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ડાંગર, તુવેર, શેરડી, રીંગણ, ભીડા, પપૈયા જેવા પાકોમાં ૬૮.૨૫ હેકટર વિસ્તારમાં ૩૩ ટકા અને તેથી વધુ નુકશાન માટેનો રૂા.૯.૨૪ લાખ નુકશાનીનો અંદાજીત લગાવાયો છે.

જયારે ઉમરપાડા તાલુકામાં કપાસ, તુવેર, જુવાર જેવા પાકોમાં ૨૦.૩૫ હેકટર વિસ્તારમાં બારડોલી તાલુકમામાં રીગણ, દૂધી જેવા પાકોમાં ૩૮.૨૧ હેકટર તથા માંડવી તાલુકામાં ફળાવસ્થાની વાનસ્પતીક પાકો માટે ૭.૮૦ હેકટર જમીનમાં નુકસાનીનો અંદાજ લગાવાયો છે. આમ અત્યાર સુધીમાં ૮૪ જેટલા અસરગ્રસ્ત ગામોમાં ૨૭૯ ખેડુતોનો ૩૩ ટકાથી વધુ નુકશાનગ્રસ્ત વિસ્તાર તરીકે ૧૩૧ હેકટરમાં નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ લગાવાયો છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Caste certificate for join agneepath: અગ્નિપથ હેઠળ સૈન્યમાં ભરતી માટે જાતિ પ્રમાણપત્ર મગાતા વિવાદ થયો, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કર્યો ખુલાસો

Gujarati banner 01