Vidhan sabha

Youth Model Assembly: ગુજરાત વિધાનસભામાં આવતી કાલે ‘યુવા મોડેલ એસેમ્બલી’ કાર્યક્રમ યોજાશે, સીએમ કરશે ઉદઘાટન

Youth Model Assembly: ૧૦૦ વર્ષ અને ભારતની સ્વતંત્રતાના હિરક જયંતી વર્ષની ઉજવણી’’ના ભાગરૂપે દેશની જુદી જુદી વિધાનસભાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરાયું.

ગાંધીનગર, 20 જુલાઇઃ Youth Model Assembly: ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને આવતીકાલ તા. ૨૧ જુલાઈને ગુરૂવારના રોજ સવારે ૦૯.૦૦ કલાકે, વિધાનસભા ગૃહ, ગાંધીનગર ખાતે ‘ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો’ તથા ‘ધી સ્કુલ પોસ્ટ’ના સંયુક્ત ઉપક્રમે ‘યુવા મોડેલ એસેમ્બલી’નું  આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવશે. 

ગુજરાત વિધાનસભા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ, સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી,  વિરોધપક્ષના નેતા સુખરામભાઇ રાઠવા, માનનીય રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને સરકારના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાત વિધાનસભાના તમામ મંત્રીઓ સહિતના તમામ સભ્ય ઓ અને લોકસભા-રાજ્યસભાના ગુજરાતના સંસદ સભ્યઓને આમંત્રણ અપાયું છે. 

આ પણ વાંચોઃ Gandhidham-Palanpur Express Train: 21 જુલાઈથી ચાલશે ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ અનારક્ષિત એક્સપ્રેસ ટ્રેન

અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, લોકસભા સચિવાલય દ્વારા તા. ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ વર્ચ્યુઅલ મોડમાં યોજાયેલ ૮૧મી અખિલ ભારતીય વિધાનમંડળોના પ્રમુખ અધિકારીઓની પરિષદમાં લેવાયેલ નિર્ણય મુજબ ‘‘અખિલ ભારતીય પ્રમુખ અધિકારીઓની પરિષદના ૧૦૦ વર્ષ અને ભારતની સ્વતંત્રતાના હિરક જયંતી વર્ષની ઉજવણી’’ના ભાગરૂપે દેશની જુદી જુદી વિધાનસભાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું. આ સંબંધમાં કેટલાક કાર્યક્રમોનું આયોજન ભારતની સંસદના નેજા હેઠળ અને કેટલાક કાર્યક્રમોનું આયોજન રાજ્યના વિધાનમંડળો દ્વારા કરવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. 

જે અંતર્ગત ગુજરાત વિધાનસભા ખાતે સંસદીય કાર્યરીતિ અને પ્રણાલીઓ વિશે જાણકારી આપવા માટે યુવા સંસદ/યુવા વિધાનસભા વિષય પર કાર્યક્રમનું આયોજન કરવા અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, ગુજરાત વિધાનસભાને જણાવ્યું હતું. આ સંદર્ભે ધી સ્કુલ પોસ્ટ મેગેઝીન નામની શૈક્ષણિક સંસ્થાના સંચાલકોએ યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન ગુજરાત વિધાનસભા ખાતે કરવા અધ્યક્ષને રૂબરૂ મળી આયોજન કરવા પરવાનગી માંગતા ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, ગુજરાત વિધાનસભા અને સ્કુલ પોસ્ટ મેગેઝીનના સંયુક્ત ઉપક્રમે તા.૨૧મી જુલાઇના રોજ યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Damage to agricultural crops: સુરત જિલ્લામાં વરસાદને કારણે ૧૩૧ હેક્ટર જમીનમાં ખેતીના પાકોને નુકસાન

Gujarati banner 01