About passenger data

About passenger data: હવે અંબાજીમાં તમામ હોટલ ગેસ્ટહાઉસના માલિકો અને સંચાલકોએ ફરજીયાત કોમ્પ્યુટર સિસ્ટમ વસાવી પડશે- વાંચો વિગત

About passenger data: રોકાણકર્તા યાત્રીકોના ડેટા કોમ્પ્યુટ્રાઈઝ કરવામા રહેશે

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 20 જુલાઇઃ About passenger data: યાત્રાધામ અંબાજી માં આગામી સેપ્ટેમ્બર માસ દરમિયાન ભાદરવી પૂનમ નો મેળો ભરાવાની જાહેરાત કરાયા બાદ અંબાજી માં સુરક્ષા ને લઈ અનેક પગલાઓ લેવાઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને જે યાત્રિકો અંબાજી ખાતે હોટલ ગેસ્ટ હાઉસઓ માં રોકાણ કરતા હોય છે તેમના ડેટા કલેક્ટ કરવાનું આયોજન હાથ ધરાયુ છે.

હવે અંબાજી ની તમામ હોટલ ગેસ્ટહાઉસ ના સંચાલકો એ ફરજીયાત કમ્પ્યુટર વસાવા પડશે તેની સંપૂર્ણ માહિતી આપલે કરવા માટે અંબાજી પોલીસ તેમજ બનાસકાંઠા SOG પોલીસ દ્વારા અંબાજી ના તમામ હોટલ ગેસ્ટહાઉસ ના માલિકો અને સંચાલકો સાથે એક બેઠક યોજી ગુન્હા નિવારણ માટે બનાવેલી આ સ્કીમ સાથે ફરજીયાત જોડાવવા જણાવવામાં હતું એટલુંજ નહીં.

About passenger data 2

હમણાં સુધી હોટલો માં યાત્રીકોની જે એન્ટ્રી રજીસ્ટર માં મેન્યુલી કરાતી હતી તેની સાથે હવે ફરજીયાત કમ્પ્યુટ્રાઈઝ એન્ટ્રી કરવાની રહેશે તેના માટે સરકાર દ્વારા બનાવેલી ખાસ પથિક નામ ની એપ તમામ હોટલ ધારકો એ પોતાના કમ્પ્યુટર માં ડાઉનલોડ કરી રોકાણ કરતા યાત્રિકો ની સંપૂર્ણ માહિતી નો ડેટા એકત્રિત કરવાનો રહેશે તેમ ધવલ પટેલ (પોલીસ ઇન્સ્પેક્ટર)અંબાજીએ જણાવ્યુ હતુઆ બાબતે બેઠક માં લાઈવ ડેમોસ્ટ્રેશન કરી ને પણ હોટલ સંચાલકો ને માર્ગદર્શન પૂરું પડ્યું હતું.

આ પણ વાંચોઃ Caste certificate for join agneepath: અગ્નિપથ હેઠળ સૈન્યમાં ભરતી માટે જાતિ પ્રમાણપત્ર મગાતા વિવાદ થયો, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કર્યો ખુલાસો

આ પણ વાંચોઃ UK PM Top Contender Rishi Sunak: રિશિ સુનક બ્રિટનના PM પદના પ્રબળ દાવેદાર, હું બ્રિટનનો નાગરિક પણ ધર્મથી હિન્દુ છું- રિશિનું આ નિવેદન થઇ રહ્યું છે વાયરલ

Gujarati banner 01