Danta moon spa

Danta Moon SPA Poster controversy: પવિત્ર અંબાજી ધામે MOON SPA માં ખરેખર શું ચાલે છે? અર્ધ નગ્ન ફોટો જાહેર રોડ ઉપર કેમ ?

Danta Moon SPA Poster controversy: નાગરિકોના હિત્તો અને હક્કો સારું કામ કરતી સંસ્થા ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી અને દાંતા દ્વારા અંબાજી મુકામે ચાલતા સ્પા સેન્ટર ને બંધ કરવા મામલતદાર ને આવેદન આપવામાં આવ્યુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 09 મે:
Danta Moon SPA Poster controversy: વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ એટલે અંબાજી યાત્રાધામ વર્ષે દહાડે સવા કરોડ ઉપર દેશભરના લોકો અંબાજી આસ્થા, બાધાને લઇ માનતા પૂરી કરવા આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન મુજબ ગુજરાત પવિત્ર યાત્રા ધામ અંબાજી, ગબ્બર અને આજુબાજુના યાત્રાના સ્થળોને ડેવલોપ કરવા જેનું કારણ કે યાત્રાધામોનો વિકાસ થાય તો જુનો વારસો અને યાદો ટકી રહે સાથે સાથે દાંતા તાલુકો ૯૯ % આદિજાતિ વસ્તી ધરાવનાર તાલુકો છે અહીંની પરિસ્થિતિ નાજુક છે યાત્રાધામનો વિકાસ થાય તો આજુબાજુ લોકોને પણ રોજગારીની સારી તકો મળે અને સ્થળાંતર અટકે તે તે તરફ હાલમાં કામગીરી ચાલુ છે.

અંબાજીથી દાંતા જવાના માર્ગ ઉપર “” આરવ કોમ્પલેક્ષ”” ની જગ્યામાં મોદી ગ્લાસ હાઉસ ના મેળા ઉપર પ્રથમ માળે “MOON SPA “ સેન્ટર શરુ કરવામાં આવેલ છે તે સ્થળે જે બહાર ફોટા લગાવેલા છે તે એટલી હદે ગંદા લાગે છે કે, ત્યાંથી પ્રસાર થતા યાત્રાળુઓ, સ્કુલ, કોલેજના બાળકો, આ સ્થળની આજુ બાજુ રહેનાર રહીશો , ઘર, ગામના વડીલો, માં, બહેન, દીકરીઓ સંકોચ અનુભવે છે ઘર વાળા લોકો એક સાથે ત્યાંથી પ્રસાર થઇ શકતા નથી આવા બીભત્સ પિક્ચરો જોઈ ક્ષોભ માં મૂકાવું પડેછે આવા અર્ધનગ્ન ચિત્રો જોઈને ગામ ના લોકો પર ખોટી અસર થાય તેમજ અંબાજી આવતા યાત્રાળુ પણ ગામ માં આવતા પહેલા જ આવું જોવે તો શ્રી અંબાજી પવિત્ર યાત્રાધામ ઉપર પ્રશ્નો ઉભા થઇ જાય છે કે અહી પણ આવા ધંધા ? માટે યાત્રાધામ સહીત બધાને બદનામી વહોરવી પડે છે.

આમ ધર્મ નગરી તરીકે ઓળખાતા ધામને કલંક લગાડવા અને હજારો બાળકોને અવળા રસ્તે વાળવા માટે અનૈતિક ધંધાદારીઓએ અંબાજીમાં પગ પેસારો કરેલ છડેચોક દેખાય છે કોઈ મોટા માથાઓ પણ સંકળાયેલ હશે. સરકારી અધિકારી અને પદાધીકારીઓ આ રોડેથી દરરોજ પ્રસાર થાય છે તેઓએ કડાક નરી આખે દેખેલ હશે જ.

સંસ્થા સામાજીક સુધારાઓ, લોકોના હક્કો જેવા વિવિધ મુદ્દાઓ ઉપર કામ કરીએ છીએ માટે લોકોએ અમારા સુધી આ હકીકતને પહોચાડી લોક હિતમાં સરકારનું ધ્યાન દોરવા જણાવતા જાહેર હિતમાં વિનંતી કરીએ છીએ કે, પવિત્ર અંબાજી ધામે આ એકમ માં ખરેખર શું ચાલે છે ? આવા અર્ધ નગ્ન ફોટો જાહેર રોડ ઉપર કેમ ? આ એકમ આડ પાછળ ગેરકાયદેસરના કૃત્યો તો થતા નથીને ?

Danta Moon SPA Poster controversy

કારણ કે આપણ સહુ શોશિયલ મીડિયામાં આવા એકમો અને ધંધાઓ નું જોઈએ છીએ માટે અંબાજી ધામે આ એકમ સહિત અન્ય પણ અનૈતિક ધંધાઓ ચાલુ હોય તો તેની કાયદેસરની તપાસ કરી સામાજીક સુરક્ષા અને ભવિષ્યનું વિચારી ((GUJARAT PREVENTION OF ANTI-SOCIAL ACTIVITIES (AMENDMENT) ACT-2020) & GUJARAT POLICE ACT )) હેઠળ કાર્યવાહી કરવા અને તાત્કાલિક બંધ થાય તે સારું કાર્યવાહી કરવા જનહિતમાં વિનંતી છે.

Danta Moon SPA Poster controversy: આવા એકમોએ લગાવેલ પોસ્ટરો અને તેમના ધંધાથી સામાજિક સુરક્ષા ઉપર ખતરો ઉભો થયેલ છે બની શકે છે કે, સ્કુલ, કોલેજના બાળકો અને ગામ અને આજુબાજુના લોકો આ લોકોની કોઈ લોભામણી જાહેરાતો કે સંપર્કમાં આવી અનૈતિક ધંધાઓ તરફ ધકેલાઈ જાય અને પોતાનું તથા અન્યોનું જીવન બરબાદ કરીદે આવું થતા અટકાવવું તાત્કાલિક જરૂરી હોય સંસ્થાના પ્રમુખ વિપુલ ગુર્જર એડવોકેટ વિરેન્દ્રસિંહ સોલંકી, એડવોકેટ હાર્દિક પ્રજાપતિ તથા સામાજિક કાર્યકરો દ્વારા મામલતદાર દાંતા ને આવેદન આપવામાં આવ્યું.

આ પણ વાંચો..Milk Dipstick research: ICAR આયોજિત ક્રિતજ્ઞ હેકેથોન 2.0 સ્પર્ધામાં ડીપસ્ટિક સંશોધનને પ્રથમ ક્રમાંક, જેનાથી સેકન્ડોમાં દૂધમાં થયેલી ભેળસેળ પકડી શકાશે

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *