accident 1

Dholka-bagodra highway accident: ધોળકા-બગોદરા પર ગમખ્વાર અકસ્માત, પાંચ વ્યક્તિનુ મોત નિપજ્યુ

Dholka-bagodra highway accident: આ અકસ્માતમાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ પાંચ લોકોનાં મોત થયાં

અમદાવાદ, 09 જાન્યુઆરીઃ Dholka-bagodra highway accident: ધોળકા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોનાઘટના સ્થળે મોત નિપજ્યાં છે. આ અકસ્માતમાં ઘાયલોને 108 મારફતે ધોળકા હોસ્પિટલ ખસેડાયા છે.

ઈકો ગાડીમાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વારસંગથી નીકળીને બરવાળા ખાતે માતાજીના દર્શને જતા હતા. ત્યારે ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી નજીક વહેલી સવારે ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ પાંચ લોકોનાં મોત થયાં છે.

આ ઘટનાની જાણ કરતાં 108 ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને ધોળકાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે, ઈકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા હતાં, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

આ પણ વાંચોઃ Malvika sood join congress: અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા સૂદ કોંગ્રેસમાં જોડાઈ

Whatsapp Join Banner Guj