Shahrukh khan

Arrested for threatening to blast ShahRukh’s bungalow: શાહરુખ ખાનનુ ઘર ઉડાવી દેવાની ધમકી આપનાર યુવકની ધરપકડ

Arrested for threatening to blast ShahRukh’s bungalow: પોલીસનુ કહેવુ છે કે, આરોપી જિતેશ ઠાકુરે મહારાષ્ટ્ર પોલીસના કંટ્રોલ રુમમાં ફોન કરીને શાહરુખ ખાનના ઘર તેમજ મુંબઈના વિવિધ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી.પોલીસે તેને ઘરેથી પકડી પાડયો

બોલિવુડ ડેસ્ક, 09 જાન્યુઆરીઃ Arrested for threatening to blast ShahRukh’s bungalow: સુપર સ્ટાર શાહરુખખાનનો બંગલો ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે.મધ્યપ્રદેશ પોલીસે તેને જબલપુરમાંથી ઝડપી પાડ્યો છે.પોલીસનુ કહેવુ છે કે, આરોપી જિતેશ ઠાકુરે મહારાષ્ટ્ર પોલીસના કંટ્રોલ રુમમાં ફોન કરીને શાહરુખ ખાનના ઘર તેમજ મુંબઈના વિવિધ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી.પોલીસે તેને ઘરેથી પકડી પાડયો છે.

જિતેશે મુંબઈ પોલીસને ધમકી આપી હતી કે, શાહરુખ ખાનનુ ઘર, રેલવે સ્ટેશન સકહિતના મહત્વના સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Dholka-bagodra highway accident: ધોળકા-બગોદરા પર ગમખ્વાર અકસ્માત, પાંચ વ્યક્તિનુ મોત નિપજ્યુ

પોલીસે જયારે આ નંબર ટ્રેસ કર્યો ત્યારે તે જબલપુરનો હોવાનુ જાણવા મળ્યુ હતુ.મહારાષ્ટ્ર પોલીસે સંપર્ક કર્યા બાદ જબલપુર પોલીસે તેને પકડી પાડયો હતો.

પોલીસનુ કહેવુ છે કે, આરોપી અગાઉ પણ આ રીતે સીએમ હેલ્પલાઈન અને 100 નંબર પર ફોન કરીને લોકોને હેરાન કરી ચુકયો છે.તે દારુ પીને આ પ્રકારે ફોન કરતો હોય છે.

Whatsapp Join Banner Guj