Dinesh Tripathi visit CM greeting

Dinesh Tripathi visit CM greeting: વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન-ચીફ વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ લીધી મુખ્યમંત્રી ની મુલાકાત

Dinesh Tripathi visit CM greeting: દિનેશ ત્રિપાઠીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની તેમની આ પ્રથમ મુલાકાત દરમિયાન શુભેચ્છાના પ્રતિક રૂપે ઇન્ડીયન નેવીની આઇ.એન.એસ મોર્મુ ગાઓ બોટની પ્રતિકૃતિ અર્પણ કરી

ગાંધીનગર, 11 મેઃ Dinesh Tripathi visit CM greeting: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતીય નૌ સેનાના વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન-ચીફ વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ ગાંધીનગરમાં લીધી હતી.

ખબર હોય કે, તેઓ ફેબ્રુઆરી-ર૦ર૩માં આ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ તરીકે નિયુકત થયા છે. આ વેસ્ટર્ન નેવલ કમાન્ડના કાર્યક્ષેત્રમાં ગુજરાત ઉપરાંત મુંબઇ, મહારાષ્ટ્ર અને દીવ-દમણનો સમાવેશ થાય છે.

વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન-ચીફ વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની તેમની આ પ્રથમ મુલાકાત દરમિયાન શુભેચ્છાના પ્રતિક રૂપે ઇન્ડીયન નેવીની આઇ.એન.એસ મોર્મુ ગાઓ બોટની પ્રતિકૃતિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન આ સૌજન્ય મુલાકાતમાં જોડાયા હતા.

આ પણ વાંચો… Tips to Avoid Heat Wave: હીટ વેવથી બચવા માટે આટલું જરૂર કરો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો