JMC BJP 1

જામનગર શહેર માં ભાજપ ના પ્રમુખ તરીકે ડો.વિમલ કગથરા ની આજે વિધિવત નિમણૂંક કરવામાં આવી હતી

Jamnagar BJP President Dr Vimal Kagthara

  અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૯ નવેમ્બર: ઘણા લાંબા સમય થી જામનગર ભાજપ શહેર પ્રમુખ ના હોદા ને લઈ ને કોણ પ્રમુખ બનશે તેવી ચર્ચાઓ જોરશોર થી ચાલી રહી હતી ત્યારે અનેક નામો ને લોકો આગળ ધરી રહ્યા હતા ત્યારે ભાજપ ના તત્કાલિન મહામંત્રી અને શિક્ષણ સાથે સંકળાયેલા વિમલભાઈ કગથરા ને જામનગર શહેર ના પ્રમુખ બનાવી યુવા ને તક આપી છે ત્યારે નવનિયુક્ત પ્રમુખ ડોકટર વિમલ કગથરા એ તેમની પ્રમુખ પદે નિયુક્તિ થતાં પક્ષ ના મહોળીમંડળ અને તમામ કાર્યકર શુભેચ્છ્કો નો આભાર માન્યો હતો અને આવનાર સમય ની ચૂંટણીઓમાં સારો દેખાવ કરી જીત હાંસલ કરવાનો દાવો કર્યો છે

આ કાર્યક્રમ માં કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, સંસદસભ્ય પૂનમબેન માડમ, પૂર્વ મેયર મનહરભાઈ ઝાલા, મેયર હસમુખ જેઠવા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા સહિત કોર્પોરેટર ભાઈ બહેનો આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *