Draupadi Murmu

Draupadi Murmu on gujarat tour: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બે દિવસીય ગુજરાતના પ્રવાસે, ગાંધી આશ્રમની લીધી મુલાકાત

Draupadi Murmu on gujarat tour: રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ગાંધી આશ્રમની મુલાકાત લઈને પોતાની ગુજરાતની યાત્રાનો પ્રારંભ કર્યો

ગાંધીનગર, 03 ઓક્ટોબર: Draupadi Murmu on gujarat tour: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ગાંધી આશ્રમની મુલાકાત લઈને પોતાની ગુજરાતની યાત્રાનો પ્રારંભ કર્યો છે. ગાંધી આશ્રમમાં તેમણે કસ્તુરબાનો રૂમ તેમજ હૃદય કુંજની પણ મુલાકાત લીધી. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને તેમને વંદન કર્યા હતા.

Draupadi Murmu 1

રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ દ્રૌપદી મુર્મૂ પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. અહીં તેઓ અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ કરોડોના વિકાસકાર્યોને ખુલ્લા મુકશે. તેઓ અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લઈને પોતાના કાર્યની શરૂઆત કરશે.

ગાંધીનગરમાં આરોગ્ય, સિંચાઈ, પાણી પુરવઠા અને બંદર વિકાસને લગતી વિવિધ યોજનાઓનું લોકોર્પણ કરશે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં પણ ઉપસ્થિત રહેશે.

આવતીકાલે ગુજરાત યુનિવર્સિટીના મહિલા ઉદ્યોગ માટેના સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મ ‘HerStart’નું લોન્ચ કરશે. તેમજ અમદાવાદમાં શિક્ષણ અને આદિજાતિ વિકાસ સંબંધિત વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: Court order singer kinjal dave can’t sing this song: કિંજલ દવે વિરુદ્ધ કોર્ટનો મોટો નિર્ણય, હવે ‘ચાર ચાર બંગડી’ ગીત નહિ ગાઈ શકે- વાંચો શું છે મામલો?

Gujarati banner 01