thequint 2018 10 222c22a4 1b13 4a91 b04f 5dbe564316e6 a288c1da de8f 4c0b a12f d7deb1357d8d

NCBને Drugs Caseમાં મોટી સફળતા, રાતભર આ અભિનેતાની પુછપરછ બાદ કરી ધરપકડ- વાંચો વિગત

Drugs Case

બોલિવુડ ડેસ્ક, 31 માર્ચઃ બોલિવુડ એક્ટર સુશાંતની આત્મહત્યા બાદ તેની તપાસ કરતા એનસીબીએ ડ્રગ્સ કેસ(Drugs Case)ને લગતી માહિતી મળી હતી. જેમાં બોલિવુડના જાણીતા અભિનેતા અભિનેત્રી અને તેમના સ્ટાફના નામ સામેલ હતા. રોજ બરોજ ડ્રગ્સ કેસ કે ને લઇને નવા નવા ખુલાસા થયા કરે છે. ડ્રગ્સ કેસ(Drugs Case)માં ડ્રેગ પેડલર શાદાબ બટાટાની ધરપકડ બાદ મોડી રાતે એક્ટર એજાઝ ખાનનું નામ આવ્યું હતું અને ત્યારબાદ એનસીબીએ એજાઝ ખાનની અટકાયત કરી હતી. પરંતુ હવે એવા અહેવાલ છે કે આઠ કલાકની પૂછપરછ બાદ એજાઝ ખાનની એનસીબીએ ધરપકડ કરી  લીધી છે.

ADVT Dental Titanium

એજાઝ ખાનને ગત રાતે રાજસ્થાનથી મુંબઈ પાછા ફર્યા બાદ એનસીબીએ અટકાયતમાં લીધો હતો. NCB એ એજાઝ ખાનને એરપોર્ટથી અટકમાં લીધો હતો. હવે તેની ધરપકડ બાદ આજે એજાઝ ખાનને NDPS કોર્ટમાં રજુ કરાશે. નોંધનીય છે કે, અભિનેતા એજાઝ ખાનની આ અગાઉ વર્ષ 2018માં પણ નવી મુંબઈ પોલીસે ડ્રગ્સ કેસમાં જ ધરપકડ કરી હતી. તે સમયે એજાઝ ખાન પાસેથી લગભગ 1 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. 

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, એક્ટર એજાઝ ખાન ‘બિગ બોસ 7’નો પણ ભાગ  રહી ચૂક્યો છે. આ સાથે તે રક્ત ચરિત્રમાં પણ જોવા મળ્યો છે. અનેક ડેલી સોપમાં કામ કર્યું છે. જેમાં રહે તેરા આશીર્વાદ સામેલ છે. 

આ પણ વાંચો…

આ શહેરની મહાનગર પાલિકાએ કર્યો નવો પ્રયોગઃ એક કલાક શોપિંગ(pay for shopping) કરવાનો ચાર્જ 5 રૂપિયા, ત્યારબાદ 500 રૂપિયા દંડ- વાંચો સંપૂર્ણ વિગત