Mauritius fire news

Dwarka: દ્વારકા શહેરના એક મકાનમાં આગ લાગતા, 7 મહિનાની બાળકી સહિત એક જ પરિવારના 4 જીવતા ભૂંજાયા

Dwarka: પરિવારના સભ્યો કઈ સમજે તે પહેલા જ આગ આખા મકાનમાં ફેલાઈ ગઈ હતી અને ગુગણામણને કારણે ચાર સભ્યોના મોત નીપજ્યા

whatsapp banner

દ્વારકા, 31 માર્ચઃ Dwarka: દ્વારકામાં આજે વહેલી સવારે એક કરુણ ઘટના બની છે જેમાં સાત માસની બાળકી સહિત એક જ પરિવારના ચાર સભ્યો જીવતા ભડથું થયા છે. શહેરના આદિત્ય રોડ પર રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં જ આગથી મકાન ભળભળ સળગી ગયું હતું. પરિવારના સભ્યો કઈ સમજે તે પહેલા જ આગ આખા મકાનમાં ફેલાઈ ગઈ હતી અને ગુગણામણને કારણે ચાર સભ્યોના મોત નીપજ્યા છે.

મૃતક પરિવાર ગૂગળી બ્રહ્મ સમાજનો હોવાની માહિતી મળી હતી. ચાર સભ્યોના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો. મૃતકોની ઓળખ પવન કમલેશ ઉપાધ્યાય (30 વર્ષ), પવન ઉપાધ્યાય (27 વર્ષ), 7 મહિનાની બાળકી અને પવનની માતા ભામિનીબેન ઉપાધ્યાય તરીકે થઈ છે.

આ પણ વાંચોઃ Bharuch seat: ભરુચમાં રાજકારણ ગરમાયું! ભાજપા, આપ અને AIMIM બાદ હવે છોટુ વસાવાએ ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી

આ પણ વાંચોઃ Explore MP in April with IRCTC: એપ્રિલમાં ફરવા જવાનો બનાવી રહ્યા છો પ્લાન, તો જાણી લો IRCTCનું બજેટ ફ્રેન્ડલી પેકેજ

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો