Order to BJP Candidates: પુરષોત્તમ રુપાલાના વિવાદ બાદ, ભાજપના તમામ ઉમેદવારોને ખાસ ચેતવણી, કહ્યું- આપણે કામના આધારે જ ચૂંટણી લડવાની છે…
Order to BJP Candidates: ભાજપના પ્રદેશ નેતાઓ આંતરિક વિખવાની આગ ઠારવા મથામણ કરી રહ્યા છે.

ગાંધીનગર, 31 માર્ચઃ Order to BJP Candidates: ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ટિપ્પણી કરતાં વિવાદ થયો છે જેના કારણે ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે. આ કારણોસર ભાજપ હાઈકમાન્ડ હરકતમાં આવ્યુ છે. એટલુ જ નહીં, ભાજપના બધાય ઉમેદવારોને ખાસ સૂચના આપવામાં આવી છેકે, કોઈએ પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરવી નહી.
આ પણ વાંચોઃ Dwarka: દ્વારકા શહેરના એક મકાનમાં આગ લાગતા, 7 મહિનાની બાળકી સહિત એક જ પરિવારના 4 જીવતા ભૂંજાયા
રુપાલાની ટિપ્પણી બાદ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. એટલુ જ નહી, ભાજપમાંથી રાજીનામા પડવાનો દોર શરૂ થયો છે. ભાજપ વિરોધી માહોલ ઉભો થયો છે. એક તરફ, ભાજપે ૨૬ બેઠકો પાંચ લાખના માર્જીનથી જીતવાનો લક્ષ્ય રાખ્યો છે ત્યારે બીજી તરફ, રુપાલાની ટિપ્પણી બાદ ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપના પ્રદેશ નેતાઓ આંતરિક વિખવાની આગ ઠારવા મથામણ કરી રહ્યા છે.
રુપાલાની ટિપ્પણી બાદ ભાજપે શીખ લીધી છે. કમલમમાં વિડીયો કોન્ફરન્સ યોજીને બધાય ઉમેદવારોને ખાસ તાકીદ કરવામાં આવી છે કે, કોઈએ પણ વિવાદાસ્પદ નિવેદનબાજી કરવી નહી. માત્ર પક્ષના નામ-કામો આધારે ચૂંટણી પ્રચાર કરવો. કોઈ સમાજને દુખ પહોંચે તેવી ટિપ્પણી કરવી નહી.
આ પણ વાંચોઃ Bharuch seat: ભરુચમાં રાજકારણ ગરમાયું! ભાજપા, આપ અને AIMIM બાદ હવે છોટુ વસાવાએ ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો