Bharuch seat

Bharuch seat: ભરુચમાં રાજકારણ ગરમાયું! ભાજપા, આપ અને AIMIM બાદ હવે છોટુ વસાવાએ ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી

Bharuch seat: ભાજપા અને ઇન્ડિયા ગઠબંધન આપ ના ઉમેદવાર સામે પહેલા AIMIM અને હવે છોટુ વસાવા મોરચો માંડશે

whatsapp banner

ભરૂચ,30 માર્ચ : Bharuch seat: લોકસભા ચૂંટણીમાં આદિવાસીઓના રૉબિનહૂડ તરીકે ઓળખાતા છોટુ વસાવા ચોથા  મોરચા તરીકે સામે આવશે. ભાજપા અને ઇન્ડિયા ગઠબંધન આપ ના ઉમેદવાર સામે પહેલા AIMIM અને હવે છોટુ વસાવા મોરચો માંડશે.

આ પણ વાંચોઃ Explore MP in April with IRCTC: એપ્રિલમાં ફરવા જવાનો બનાવી રહ્યા છો પ્લાન, તો જાણી લો IRCTCનું બજેટ ફ્રેન્ડલી પેકેજ

આદિવાસી ઉમેદવારોને એકજૂટ કરી છોટુ વસાવા ઉમેદવાર ઉતારશે.ભરુચ લોક સભા બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાવાની શક્યતા હતી પણ હવે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ ભારત આદીવાસી પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે.છોટુ વસાવા ગુજરાતમાં લોક સભાની ચુંટણીમાં ભારત આદીવાસી પાર્ટીના બેનર હેઠળ ઉમેદવારો જાહેર કરશ. આ બાદ ભરૂચ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે.

છોટુ વસાવા આગામી દિવસોમાં ઉમેદવારોના નામ જાહેર કરશે.ભરૂચ બેઠક પર છોટુ વસાવા અથવા તેમના પુત્ર દિલીપ વસાવા ચૂંટણી લડી શકે છે.ભારત આદિવાસી પાર્ટી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ટ્રાયબલ બેલ્ટ પર સક્રિય એક રાજકીય પક્ષ છે.આ પાર્ટીએ ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં કુલ ચાર બેઠકો, રાજસ્થાનમાં ત્રણ અને મધ્ય પ્રદેશમાં એક બેઠક જીતી હતી.BAPનું ચૂંટણી ચિન્હ હોકી સ્ટિક અને બોલ છે.

આ પણ વાંચોઃ Daniel Balaji Passes Away: સાઉથ ફિલ્મોના ફેમસ એક્ટર ડેનિયલ બાલાજીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો