knife attack

Fatal attack in Gandhinagar: ગાંધીનગરમાં સગીરા પર જીવલેણ હુમલો; યુવકે છરીથી સગીરાના ગળા પર હુમલો કર્યો

Fatal attack in Gandhinagar: માથાકૂટ થતાં સંજય એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ધારદાર કટર વડે સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી ગળું કાપવા લાગ્યો હતો.

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી: Fatal attack in Gandhinagar: ગાંધીનગરના માણસા યુવકે સગીરા પર હત્યાનો પ્રયાસ કર્યો. યુવકે ગળા પર કટરથી ઘા ઝીંકીને સગીરા પર હુમલો કર્યો હતો.

ગાંધીનગરમાં સગીરા પર જીવલેણ હુમલો થયો. માણસાના અમરાપુર નદીના પટ પર સગીરા પર હુમલો થયો. યુવકે છરીથી સગીરાના ગળા અને બોચીના ભાગ પર હુમલો કર્યો. સગીરા હાલ ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ છે. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સગીરાને તેના કાકા બોલાવે તેમ કહી નદીના કોતરમાં લઈ ગયો હતો.

બન્ને વચ્ચે માથાકૂટ થતાં સગીરા પર કટરના ઘા ગળા પર ઝીંકયા હતા. પ્રેમ પ્રકરણમાં યુવકે હુમલો કર્યો હોવાની શક્યતા છે. સગીરાના ગળાના ભાગે 30થી વધુ ટાંકા આવ્યા છે. માણસા પોલીસે હત્યાના પ્રયાસ અને પોક્સો કલમ હેઠળ નોંધી ફરિયાદ છે. માણસા પોલીસે આરોપી સંજય ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વધુ વિગતો એવી છે કે, ગાંધીનગરનાં લીંબોદરા ગામે ધોરણ – 12માં અભ્યાસ કરતી સગીરા આજે સ્કૂલમાં પરીક્ષા આપવા ગઈ હતી. આ જ સમયે ગામનો સંજય સેધાજી ઠાકોર તેને રસ્તામાં મળ્યો હતો. સંજયે સગીરાને ફોસલાવીને કહ્યું હતું કે, તારા કાકા તને બોલાવે છે એટલે સગીરા તેના બાઈક પર બેસી ગઈ હતીસંજય તેને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો હતો. અહીં થોડીક વાતચીત કર્યા પછી સંજય સગીરા સાથે બળજબરી કરવા લાગ્યો હતો.

આ બાબતે બન્ને વચ્ચે કોઈ માથાકૂટ થતાં સંજય એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ધારદાર કટર વડે સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી ગળું કાપવા લાગ્યો હતો. જેનો પ્રતિકાર કરતા સંજય ત્યાંથી નાસી ગયો હતો. આ ગંભીર ઘટનાની જાણ થતાં ગ્રામજનો સહિત પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.

Work 4 days a week: હવે અઠવાડિયામાં 4 દિવસ કામ; બાકી 3 દિવસ આરામ; આ દેશે કરી જાહેરાત

Gujarati banner 01