Dewayat Khawad

Folk singer Dewayat Khawad bail: લોકગાયક દેવાયત ખવડને 72 દિવસ જેલમાં રહ્યા બાદ મળ્યા જામીન

6 મહિના સુધી રાજકોટમાં પ્રવેશ બંધી

Folk singer Dewayat Khawad bail: લોકગાયક દેવાયત ખવડને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડની જામીન અરજી મંજૂર કરી છે.

રાજકોટ, 27 ફેબ્રુઆરી: Folk singer Dewayat Khawad bail: લોકગાયક દેવાયત ખવડને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડની જામીન અરજી મંજૂર કરી છે. ઘણા સમયથી જેલમાં બંધ દેવાયત ખવડને શરતી જામીન આપવામાં આવ્યા છે. 

લોકગાયક દેવાયત ખવડને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડની જામીન અરજી મંજૂર કરી છે. ઘણા સમયથી જેલમાં બંધ દેવાયત ખવડને શરતી જામીન આપવામાં આવ્યા છે. 

6 મહિના સુધી રાજકોટમાં ના પ્રવેશવાની શરતે આ જામીન આપવામાં આવ્યા છે. 72 દિવસના જેલવાસ બાદ ખવડના જામીન મંજૂર કરાયા છે. જેથી આ મામલે ખવડને હાલ પુરતી રાહત મળી છે જો કે, શરતી જામીન હોવાથી રાજકોટમાં 6 મહિના સુધી પ્રવેશી શકશે નહીં. 

અગાઉ 15 ફેબ્રુઆરી આસપાસ કોર્ટમાં જામીન કર્યા હતા એ પહેલા પણ વચગાળાના જામીન માંગવામાં આવ્યા હતા પરંતુ  જામીન મળ્યા નહોતા જેથી લોકગાયકનો જેલવાસ 70 દીવસથી વધુ થયો હતો. અગાઉ હાઈકોર્ટમાં જામીન કરાયા બાદ આ વખતે સેશન્સ કોર્ટમાં જામીન કરાયા હતા.  

મારામારી કરવાના કેસમાં સંડોવાયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈને અગાઉ વીડિયો વાયરલ થયા બાદ ભારે વિવાદ થયો હતો. જેમાં તે અદાવતમાં મયુરસિંહ પર મારામારી કરતા જોવા મળ્યા હતા આ હુમલા બાદ ભારે ઉહાપોહ થયો હતો. દેવાયત ખવડના જામીન અગાઉ ઉત્તરાયણ અને શિવરાત્રિ પહેલા  ના મંજૂર કરાતા જેલમાં જ તહેવારો મનાવવાનો વારો આવ્યો હતો. 

રાજકોટના સર્વેશ્વર ચોક પાસે મયુરસિંહ પર ગત 7 ડિસેમ્બરના રોજ હુમલો કર્યો હતો. આ ઝઘડો જૂની અદાવતમાં થયો હતો. દેવાયત ખવડ તરફથી આ હુમલો કરવામાં આવ્યો હતો. જેના સીસીટીવી બાદ પોલીસ કેસ થયો હતો. 

આ પણ વાંચો:Rachana no lagan: વર્ષો જૂની પ્રાચીન વર્ષથી પોતાની યાદોથી ભરેલું અડીખમ નગર એટલે અમદાવાદની રતનપોળ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો